Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા યુવાનને થઈ ઈજાઃ
જામનગર તા. ૭: ખંભાળિયાના સુમરા તરઘડી ગામના બે યુવાન પીર લાખાસર ગામમાં યોજાયેલા ઉર્ષમાંથી પરત ફરતી વખતે બાઈક સ્લીપ થતાં ઘવાયા હતા. જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામમાં રહેતા તન્વીર મકબુલભાઈ ખીરા (ઉ.વ.૧૮) નામના યુવાન પોતાના મિત્ર અસ્ફાક સાથે મોટરસાયકલ પર ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં યોજાયેલા ઉર્ષમાં ગયા હતા.
ત્યાંથી આ બંને યુવાનો પરત ફરતા હતા ત્યારે માર્ગમાં કોઈ રીતે મોટરસાયકલ સ્લીપ થતાં બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજા પામેલા બંને યુવાનને સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તન્વીર ખીરાનું મૃત્યુ નિપજ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial