Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંડીવેલ દૂર કરવાના પ્રશ્ને ભાજપના શાસકો સદંતર નિષ્ફળ
ખંભાળિયા તા. ૭: ખંભાળિયાની ઘી નદીમાં વર્ષોથી ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે અને પરિણામે ગંદકી અને દુર્ગંધ તો ફેલાય જ છે, પણ આસપાસના વિસ્તારોના બોર-કૂવામાં ગંદા પાણી આવતા હોવાની ફરિયાદો કાયમની બની ગઈ છે.
ગાંડીવેલને દૂર કરો અને નદીના પાણીને શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત કરવાના મુદ્દે અખબારોમાં સમયાંતરે તસ્વીરો સાથે અહેવાલો પ્રગટ થયા છે અને મીડિયાના માધ્યમથી ભાજપના શાસકો, ચૂંટાયેલા નેતાઓનું ધ્યાન દોરવામાં આવે છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. ગાંડી વેલની અતિ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવામાં સ્થાનિક તંત્ર, ન.પા.ના શાસકો તેમજ ભાજપના ચૂંટાયેલા ઉચ્ચ નેતાઓની નિરસતા અને નિષ્ફળતા પણ લોકોમાં ટીકાપાત્ર બની રહી છે.
હાલ આ નદીમાં અનેક સ્થળે ગંદા પાણી આવતા હોય તથા ગંદકી ઠલવાતી હોય, આ પાણી દૂષિત અને કાળા રંગનું થઈ જતા નજીકના કૂવા-બોરમાં તેની અસર થતા ગંદુ અને દુર્ગંધવાળું પાણી આવતું હોય તથા નજીકના પંખીઓ પણ આ દૂષિત પાણીથી અવારનવાર મૃત્યુ પામતા હોય, ઘી નદીમાં ગાંડીવેલ સાથે ડૂચો, કચરો, ગંદકી પણ સાફ થાય તથા અગાઉ જેમ આ નદીમાં પાણી એવું જ રહેતું અને છેક ચોમાસા સુધી ચાલતુ તથા અનેક નજીકના ગરીબ પરિવારો માટે નહાવા અને કપડા ધોવાનું સ્થાન બનતું તેવી વ્યવસ્થા પણ જરૂરી છે.
આ નદીમાં અનેક સ્થળે મોટા ઝાડ પડી ગયા હોય, તે ઝાડની મોટી ડાળીઓ ક્યાંક મોટા થડ પણ આ ઘી નદીમાં પડ્યા છે, તો ગંદકીથી ત્યાં બાજુમાંથી નીકળતા વ્યક્તિ પણ પરેશાન થઈ જાય તેવું હોય, ગાંડી વેલની સાથે આ બાબતે પણ યોગ્ય થાય તેવી લોકોમાં માગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial