Advertisement
Author: નોબત સમાચાર

સીસીઈ ગ્રુપ-એ અને બી ની પરીક્ષાના અભ્યાસક્રમ અંગે ફ્રી માર્ગદર્શન સેમિનાર

જામનગરમાં ઈનોવેશન એકેડમી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સતત માર્ગદર્શન આપતી સંસ્થા "ઈનોવેટિવ એકેડેમી" દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લાના યુવક-યુવતીઓ કે જેઓ આગામી સીસીઈ ગ્રુપ-એ અને ગ્રુપ-બી ની પરીક્ષા આપનાર છે અને તેની તૈયારી કરતા હોય તેમને આગામી સીસીઈ ગ્રુપ-એ અને ગ્રુપ-બી ની પરીક્ષાના નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ અંગે માર્ગદર્શન મળી રહે તેમજ તેઓ આ પરીક્ષામાં આયોજનબદ્ધ તૈયારી કરી પાસ થવામાં સફળ રહે તેવા ઉદ્દેશ સાથે આગામી તા. ૮-ર-ર૦ર૬, રવિવારના સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧ર, ચૈતન્ય કોમ્પ્લેક્ષ, આર્યસમાજ સામે, ખંભાળીયા ગેઈટ પાસે, જામનગરમાં નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તેમને આ કોર્ષનું સાહિત્ય પણ આપવામાં આવશે. આ નિઃશુલ્ક (ફ્રી) સેમિનારનો લાભ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ એડવાન્સર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નં. ૯૩ર૭૮ ૪૪૦૩૪ ઉપર પોતાનું નામ મોકલી સંપર્ક કરવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh