Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ક્રમે
જામનગર તા.૪: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં જીનિયસ ક્લબ દ્વારા એક ભવ્ય મેચા ગેમ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ૧ર જૂનના થયેલી વિમાન દુર્ઘટનામાં દીવંગત થયેલા સ્વ. વિજયભાઈ રૂપાણી અને અન્ય ભોગ બનેલા દિવંગતોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
જામનગર સુરક્ષા સેતુ સોસાયટીના સિટી 'એ' ડિવિઝનમાંથી વિનાયકભાઈ વાઘેલાના નેતૃત્વ હેઠળ કરાટે ટ્રેનર મથુરભાઈ પીપરવદર અને પ્રકાશભાઈ પિંડારીપા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ૩૦૦ જેટલા બહેનો સમક્ષ સ્વરક્ષણ અંગેનો અદ્ભુત ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જેને પ્રેક્ષકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુરતથી ઉપસ્થિત રહેલ ગુલાબ ઓઈલના નેહાબેન દોશી દ્વારા તમામ વિજેતાઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં રિટેઈલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંતભાઈ મશરૂ, ગુજરાત રાજ્ય સેવા સમિતિ જામનગર જિલ્લા પ્રમુખ વિશાલભાઈ પોપટ, મહિલા પ્રમુખ જ્યોતિબેન ગોંડલિયા, જામનગર મહિલા બેંકના ચેરપર્સન હર્ષાબેન રાવલ, પ્રતિષ્ઠિત મહિલા નૃપાબેન મકવાણા, અને જીનિયસ ક્લબના ફાઉન્ડર ક્રિષ્નાબેન ઠક્કર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન પોપટે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial