Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને સુરક્ષા વિષયક માહિતી અપાઈઃ
ખંભાળિયા તા. ૪: દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથક હેઠળના વિસ્તારોની શાળાઓમાં સાયબર સુરક્ષાની સમજ આપવા માટે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ૫ોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી વિસ્મય માનસેતા તથા સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમના વિસ્તારની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષાની પાઠશાળા અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાણકારીના માર્ગદર્શન કેમ્પ યોજાયા હતા.
ખંભાળિયા, સલાયા, વાડીનાર, ભાણવડ, દ્વારકા, ઓખા, કલ્યાણપુર, રાવલ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ દ્વારા શાળાઓમાં ખાસ માર્ગદર્શન કેમ્પ યોજી ઓનલાઈન પેમેન્ટમાં જોખમો, ઓટીપીનું મહત્ત્વ, ઓનલાઈન ફ્રોડના વિવિધ કિસ્સાઓના ઉદાહરણો, બેન્કીંગ ફ્રોડ, બેંકના નામે જાણકારી મેળવી થતી છેતરપિંડી, હાલ વિવિધ ઓનલાઈન એપમાં તેના નામે થતાં ફ્રોડ ઓનલાઈન હોટલ, બેન્કીંગમાં થતી છેતરપિંડી તથા છેતરાય જવાય તો સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ તથા સાયબર પોલીસ સ્ટેશનોની મદદ કઈ રીતે લેવી તથા સુરક્ષા વિષયક સાયબર ક્રાઈમ અવરનેજ તથા ૧૯૩૦ હેલ્પલાઈનનો ઉપયોગ તથા સાયચેતીના પગલાં સંદર્ભે કાર્યવાહીઓ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું જેથી છાત્રો તેમના કુટુંબીજનોને સાવચેત કરી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial