Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયામાં આવેલી એક મહિલાની જમીન પર ગામના જ ત્રણ શખ્સે દબાણ કરી બનાવી લીધુ મકાન

આઠેક વર્ષ પહેલાં દબાણ કરી જમીનમાં મકાન બનાવી આવવા-જવાનો રસ્તો બનાવી નખાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી એક ખૂલી જમીનમાં ત્રણ વ્યક્તિઓએ આઠેક વર્ષ પહેલાં દબાણ કર્યા પછી તે જમીનમાં નવા મકાનનું બાંધકામ કરી લેવાતા આ જમીનના માલિક અને વડોદરામાં રહેતા એક મહિલાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રે.સ.નં.૮૮૭માં હાલમાં વડોદરામાં વસવાટ કરતા શોભનાબેન તુલસીભાઈ ચોવટીયાની જમીન આવેલી છે. તે જમીનમાં જૂનું મકાન, ઓરડીઓ તેમજ પડી ગયેલો ડેલો છે.

આ જગ્યામાં મોટા થાવરીયા ગામના ધીરૂભાઈ દેવશીભાઈ ચોવટીયા, જયંતિભાઈ દેવશીભાઈ ચોવટીયા, રતીલાલ દેવશીભાઈ ચોવટીયાએ કબજો જમાવી લઈ ધીરૂભાઈએ જમીનના એક છેડા પર નવું મકાન બાંધી લીધુ હતું. તેના કારણે આ જમીનમાં આવવા-જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

આઠેક વર્ષ પહેલાં આ મકાન બાંધી લેવામાં આવ્યું હતું. તે પછી શોભનાબેન તુલસીભાઈએ જામનગર કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ તેની અરજી કરી રજૂઆત કરી હતી. તેની તપાસના અંતે જમીન પચાવી પાડવામાં આવી હોવાનંુ જણાઈ આવતા પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શોભનાબેને ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh