Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી

ભેજનું પ્રમાણ ૮૧ ટકાઃ તાપમાનમાં આંશિક ઘટાડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી અને બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થઈ રહેલા ઉતાર-ચઢાવના પગલે નગરમાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે.

જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh