Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.માં વગર મંજૂરીએ કાયમી કરવામાં આવેલા ૧૦૪ કર્મચારીઓની કોઈ વિગત જ નથી...!

અંધેર તંત્રનું ઉદાહરણ...!!

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા નગરપાલિકામાં ૨૦૧૨ ની સાલમાં વગર મંજૂરી તથા સરકારની મનાઈ હોવા છતાં ૧૦૪ જેટલા કર્મચારીઓને કાયમી કરી દેવાયા હતાં, જે બાબતે ખંભાળીયા પાલિકાના જ એક રોજમદાર કર્મચારી હેમેન્દ્રભાઈ બલભદ્ર દ્વારા આરટીઆઈમાં વિગતો માંગતા સમગ્ર કૌભાંડ ખૂલ્યું હતું.

આ પ્રકરણમાં વિગતો માંગનાર હેમેન્દ્રભાઈ બલભદ્ર દ્વારા જે-તે વખતે પાલિકાએ સામાન્ય સભામાં ઠરાવ કરી નાખીને કાયમી કરવા હુકમ કર્યો હતો તથા આ કાયમી થયેલા કર્મચારીઓને ૬ઠ્ઠા તથા સાતમા પગાર પંચના લાભો પણ આપવામાં આવેલા, પરંતુ ૧૦૪ કર્મચારીઓ પૈકી ઘણા મૃત્યુ પામ્યા, ઘણા નિવૃત્ત થયા, પણ ગેરકાયદેસર કાયમી ઉપરથી મંજૂરી વગરનું થયું, તેની વિગતોનો રેકોર્ડ ગૂમ થઈ જતા ભારે ચર્ચા જાગી છે.

રેકર્ડ ગૂમ               થયો કે કરાયો !?

સામાન્ય રીતે પાલિકા કે સરકારી કચેરીઓમાં પ૦/૬૦ વર્ષના રેકોર્ડ કે જે કાયમી રાખવાનો હોય તે રેકોર્ડ તો નહીં પણ ર૦૧ર ના સમયમાં આ કર્મચારીઓને કાયમી કરવાનો હુકમ છે તેનો રેકોર્ડ ૧૪ વર્ષ પહેલાનો હાલ પાલિકામાં ઉપલબ્ધ નથી, તેવો પત્ર જાહેર માહિતી અધિકારી ચીફ ઓફિસર દ્વારા તા. ૭-૪-ર૦ર૬ ના રોજ અરજદાર હેમેન્દ્રભાઈ બલભદ્રને આપતા ભારે ચર્ચા જાગી છે.

કાયમી કર્મચારી થયા તે પાલિકાનો ર૩૮ નંબરનો ઠરાવ તથા તેમાં કાયમી થયેલા કર્મચારીઓની બહાલીની વિગતો આરટીઆઈમાં વિગતો માંગેલ તેના જવાબમાં ચીફ ઓફિસર દ્વારા પાલિકાના રેકોર્ડમાં આવી વિગતો ઉપલબ્ધ નથી તેવું લેખિતમાં આપતા આ બાબતે હવે પ્રાદેશિક પાલિકા કમિશ્નરમાં આ મુદ્દો પહોંચશે.

કરોડો રૂપિયાના લાભો    ચૂકવાયાનું શું ??

ખંભાળીયા નગરપાલિકામાં જે ગેરકાયદે રોજમદારોને કાયમી કરવામાં આવ્યા તેમાં ૧૦૪ માંથી હવે માત્ર ચાર-પાંચ જ કર્મી નિવૃત્તિ થવાના બાકી છે. બાકી નિવૃત્ત થઈ ગયા અને પેન્શન પર છે ત્યારે કરોડો રૂપિયા ચૂકવાયા, તો જેની બહાલી - મંજૂરી જ નથી તેઓને પગારપંચના લાભો આપવા સાથે કરોડોના નિવૃત્તિનો લાભ અપાયો તથા હાલ પણ વર્ષે લાખોના પેન્શન ચૂકવાય છે, તે જ કર્મચારીઓ ગેરકાયદે છે ત્યારે કરોડોના લાભો અને વર્ષે લાખોના પેન્શનની ચૂકવણીની જવાબદારી કોની ? તે પણ મોટો પ્રશ્ન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh