Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીના બે શખ્સની પણ સંડોવણીઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક વેપારી સાથે મોરબીના બે અને જામનગરના એક શખ્સે પૂર્વયોજિત કાવતરૂ રચી છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર યુવા પાર્ક-૧માં રહેતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના વેપારીએ મોરબીના હસમુખભાઈ થોરીયા, યાજ્ઞીક કાસુંદ્રા તથા જામનગરના મીત ગડારા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત ત્રણેય શખ્સે પૂર્વયોજીત કાવતરૂ રચી છેતરપિંડી આચરી છે. વેપારી મહેન્દ્ર પાસેથી બ્રાસનો યાજ્ઞીકે માલ ખરીદ્યા પછી મોરબીના જ હસમુખે થોડા રૂપિયા અપાવી નોટરી કરાર કરાવી લીધો હતો અને મહેન્દ્રભાઈની બાકીની રકમ ઓળવી જવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial