Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રેડીટ વિભાગમાંથી બોલતો હોવાનું કહી આસામીને ઉતાર્યા શીશામાં:
જામનગર તા. પઃ લાલપુર પંથકના એક આસામીને ખાનગી બેંકના ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહી એક શખ્સે શીશામાં ઉતાર્યા હતા. આ આસામી પાસે વેબસાઈટ ઓપન કરાવી છેતરપિંડી કરાઈ હતી. તેઓના કાર્ડ મારફતે આ શખ્સે બે વખત ઓનલાઈન પેમેન્ટ કરાવી રૂ. સાડા ચાર લાખ ઉપરાંતના આઈફોન ખરીદી લીધા હતા. તેની તપાસ મેઘપર પોલીસે શરૂ કર્યા પછી ચીટીંગ કરીને ખરીદી લેવાયેલા છ આઈફોન દિલ્હીમાંથી કબજે કરી લેવાયા છે. આરોપીઓના સગડ દબાવાઈ રહ્યા છે.
લાલપુર તાલુકાના એક આસામીને થોડા વખત પહેલાં આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહી એક શખ્સે ફોન કર્યાે હતો. જેમાં આ આસામીને ક્રેડીટ કાર્ડના જોઈનીંગ રીવોર્ડ પોઈન્ટ મેળવી લેવા માટે કહેવાયા પછી પ્રોસેસના નામે વેબ સાઈટ ખોલાવાઈ હતી.
તે પછી વાતોમાં આવી ગયેલા આ આસામીના ક્રેડીટ કાર્ડ મારફત તરત જ ઓન લાઈન પેમેન્ટ કરી ૪૫૦૨૯૮ ની રકમના મોબાઈલ ખરીદી લેવાયા હતા. ફ્લીપ કાર્ટ નામની એપ પરથી બે વખત ઓનલાઈન પેમેન્ટ ચુકવાઈ ગયંુ હતું. જેની મેસેજથી તે આસામીને જાણ થતાં તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની તપાસ શરૂ કરાયા પછી પીઆઈ પી.ટી. જયસ્વાલની રાહબરી હેઠળ પીએસઆઈ એ.જી. જાડેજા તથા સ્ટાફના જયદેવસિંહ, મહેશભાઈને આ ફ્રોડમાં સંડોવાયેલા શખ્સે ખરીદી લીધેલા મોબાઈલ દિલ્હીમાં વેચ્યાની વિગતો મળતા પોલીસ ટીમ દિલ્હી ધસી ગઈ હતી. ત્યાંથી રૂ. સાડા ચાર લાખની કિંમતના છ આઈફોન કબજે કરી લેવાયા છે અને આરોપીઓના સગડ દબાવાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial