Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના સીદસરામાં ઝુંપડામાં ભભૂકી આગઃ ગેસ લિકેજ પછી બાટલો ફાટ્યો

ઘરવખરી તથા છકડો રિક્ષા સળગીને ખાખ થયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામમાં એક ઝુંપડામાં ગઈકાલે ગેસના બાટલામાંથી લિકેજ શરૂ થયા પછી ધડાકા સાથે બાટલો ફાટ્યો હતો. તાત્કાલીક પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે અન્ય બે બાટલાને બહાર કાઢી લીધા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરવખરીનો કેટલોક સામાન અને એક છકડો સળગીને ખાખ થઈ ગયા હતા.

ખંભાળીયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગઈકાલે સાંજે ગેસનો બાટલો લીક થતાં આગ લાગ્યાની જાણ ખંભાળીયા નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી. જેના પગે ફાયરબ્રિગેડની ટુકડી તાબડતોબ ધસી ગઈ હતી.

સીદસરામાં જે ઝુંપડામાં આગ લાગી હતી તેમાં ધડાકા સાથે એક બાટલો ફાટ્યો હતો. ગેસ લિકેજ થતાંજ ઝુંપડામાં રહેલા વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો. પહોંચી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે આગ બૂજાવવાની શરૂ કરેલી કાર્યવાહી વચ્ચે અન્ય બે બાટલા પણ સલામત રીતે બહાર કાઢી લીધા હતા.

ઉપરોક્ત અગ્નિ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઝુંપડામાં રહેલો કેટલોક ઘરવખરીનો સામાન અને નજીકમાં પડેલો એક છકડો ભસ્મીભૂત થઈ ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh