Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિંગ કમાન્ડર શ્રી પી.કે. દિનેશ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયોઃ
જામનગરના પીએમ કેન્દ્રિય વિદ્યાલય નંબર-૩ (એરફોર્સ સ્ટેશન-ર) માં ભારતના ૭૭ મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત વીંગ કમાન્ડર પી.કે. દિનેશના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર હવાલદાર દિનેશભાઈ લગારિયા ખાસ હાજર રહ્યા હતાં.
શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ શેખાવત તથા મુખ્ય અધ્યાપિકા સંતોષ રાનીએ સૌનું સ્વાગત કર્યું હતું. આચાર્ય દેવેન્દ્રસિંહ શેખાવતે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. મુખ્ય અતિથિ વીંગ કમાન્ડર પી.કે. દિનેશે દેશ સેવા માટે હંમેશાં તત્પર રહેવા આહ્વાન કર્યું હતું. સંચાલન સંગીત શિક્ષક સ્વરાજ પરમાર, શ્રીમતી હેમા યાદવ, શ્રીમતી શાલીની કશ્યપે કર્યું હતું. શ્રીમતી શબીહા શેખે આભારદર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial