Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નહાવા પડયા પછી કે અન્ય કોઈ રીતે ડૂબી ગયાનું તારણઃ
જામનગર તા. ૧૦: દ્વારકા શહેરમાં કીર્તિ સ્તંભ નજીક એક હોટલ પાસે રહેતા આદિવાસી યુવાન ગયા શુક્રવારે સવારે કહ્યા વગર જ પોતાના રહેણાંકથી ક્યાંક ચાલ્યા ગયા પછી રવિવારે રાત્રે તેનો મૃતદેહ દરિયામાં દીવાદાંડી નજીકથી મળી આવ્યો છે. આ યુવાન નહાવા પડયા પછી કે અન્ય કોઈ રીતે દરિયામાં પડી જતાં મૃત્યુ પામ્યાનું તારણ કાઢવામાં આવ્યું છે. મૃતક યુવાન માનસીક બીમાર હોવાનું બહાર આવ્યું છે.
દ્વારકા શહેરમાં કીર્તિ સ્તંભ પાસે એક હોટલ નજીક વસવાટ કરતા કમલેશભાઈ ઈશ્વરભાઈ ગુધ નામના ૨૧ વર્ષના આદિવાસી યુવાન ગયા શુક્રવારે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર જ જતા રહ્યા હતા, તેથી આ યુવાનની શોધ કરાઈ રહી હતી.
તે દરમ્યાન રવિવારની રાત્રે દરિયામાં દીવાદાંડી નજીક આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેની પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ધસી ગઈ હતી. પાણીમાંથી મૃતદેહ બહાર કઢાવી પોલીસે પીએમ માટે ખસેડયો છે. આ યુવાન દરીયામાં નહાવા પડયા પછી અથવા અન્ય કોઈ રીતે દરિયામાં પડી ગયા પછી ડૂબી જવાથી મૃત્યુ પામ્યાનું પ્રાથમીક તારણ કાઢવામાં આવ્યું છે. પોલીસે મૃતકના સબંધી અને એક હોટલમાં રસોઈકામ કરતા કમલેશ દેવરામભાઈ કોસંબાનું નિવેદન નોંધ્યું છે. મૃતક યુવાન માનસીક બીમાર હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial