Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરીમાર્ગો ધોવાયાઃ રેલવેલાઈનો ડુબીઃ ઠેર ઠેર જલભરાવઃ જનજીવન ખોરવાયુ
નવી દિલ્હી તા. ૩૧: દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડયો છે. રાજસ્થાનમાં અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પણ ધોવાયા છે. રેલવે ડુબી ગયા છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. દિલ્હીમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહૃાો છે. જેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. નદીપ્રનાળા છલકાવા માંડ્યા છે. સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. રાજસ્થાનના સવાઈ માધોપુર, જયપુર, બુંદી, ધોલપુરમાં સ્થિતિ ચિંતાજનક થઇ ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશના શિવપુરી, સાગર, વિદિશા અને ગુનામાં પૂર જેવી સ્થિતિને કારણે ચિંતા વધી ગઈ છે. બચાવ કામગીરી માટે આર્મીએ મેદાનમાં ઊતરવું પડ્યું છે. ભારે વરસાદને પગલે દિલ્હીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા
દિલ્હી-એનસીઆરમાં વરસાદથી ગરમીમાં રાહત મળી પરંતુ તેના કારણે નાગરિકોને પાણી ભરાવા અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા અને ગલીઓ અને અંડરપાસ તળાવમાં ફેરવાઈ ગયા. આના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહૃાો હતો.
રાજસ્થાનની ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણાં બંધ છલકાઈ રહૃાા છે. ધોલપુરમાં ચંબલ નદી છલકાઈ રહી છે. ચંબલ આ સમયે ખતરાના નિશાનથી ૧૧ મીટર ઉપર વહી રહી છે. ચંબલ કિનારાના ઘણાં ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કેટલાક ગામોમાં ૧૦થી૧૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
બીજી તરફ, મધ્યપ્રદેશમાં સોમવારથી એટલો ભારે વરસાદ શરૂ થયો કે ૧૩ જિલ્લાઓમાં જીવનની ગતિ ઠપ્પ થઈ ગઈ. ઘરવખરી-સરસામાન પાણીએ બધું જ ડૂબાડી દીધું છે. મુરેના, ભિંડ, ગ્વાલિયર, બુંદેલખંડ ક્ષેત્રમાં ચંબલ નદી પૂરની જેમ ઉભરાઈ રહી છે. સિંધ અને તેની ઉપનદીઓ શિવપુરી અને વિદિશામાં ગામડાઓને ડૂબાડી રહી છે. આ તે નદીઓ છે જે પાછળથી યમુનામાં જોડાય છે અને પછી યમુના પ્રયાગરાજમાં ગંગામાં મળે છે. નર્મદા કિનારાના વિસ્તારો પણ પૂરની ઝપેટમાં છે. કોટાના ઇટાવામાં પાર્વતી નદીમાં જોરદાર પૂરને કારણે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઇટાવા-ખાટોલી પુલ પર દોઢ ફૂટ સુધી પાણી વહી રહૃાું છે, જેના કારણે કોટા-ગ્વાલિયર-શ્યોપુર રોડ પર પણ વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial