Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિભાપરની ગૌશાળા દ્વારા ૧૯૬૨ પર ફોન આવ્યો હતો
જામનગર તા. ૩૧: જામનગરમાં ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની દોઢ કલાકની જહેમત પછી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી ગૌવંશને નવજિવન અપાયું હતું.
જામનગર જિલ્લામાં કાર્યરત પશુઓ માટેની ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત આ નિઃશુલ્ક ફરતુ પશુ દવાખાનું ગુજરાતના અનેક ગામડાઓમાં તેમજ શહેરોમાં પશુઓને તાત્કાલિક સારવાર પુરી પડી રહ્યું છે.
તાજેતરમાં, જામનગરની વિભાપર ગૌશાળા દ્વારા ૧૯૬૨ હેલ્પલાઈન પર એક ગૌવંશના પગમાં તકલીફ હોવા અને ચાલી ન શકવા અંગે જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ, જામનગરની કરૂણા એમ્બ્યુલન્સ ના ડો. જીગરભાઈ કારેણા અને પાઈલોટ કમ ડ્રેસર ભગવાનજીભાઈ ગલચર તેમજ જામનગર ઝોના પ્રોગ્રામ મેનેજર ડો. શોએબખાન તાત્કાલિક ગૌશાળાએ પહોંચ્યા હતા. ગૌવંશની તપાસ કર્યા બાદ તેના પગના ભાગે ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતા, ડો. શોએબખાન, ડો. જીગરભાઈ અને પાઈલોટ કમ ડ્રેસર ભગવાનજીભાઈ દ્વારા આશરે દોઢેક કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનના કારણે ગૌવંશને પીડામાંથી મુક્ત કરી નવજિવન આપ્યું હતું.
આ સંપૂર્ણ સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેનાથી ગૌશાળાના સેવકોએ સરકાર પ્રત્યે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સફળતાની નોંધ લેતા ૧૯૬૨ અને ૧૦ એમવીડીના પ્રોગ્રામ મેનેજર ડો. શોએબખાન તથા જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા ૧૯૬૨ કરૂણાની ટીમના કાર્યને બિરદાવવામાં આવ્યુ હતું. તેમણે જનતાને પણ સરકારની આ નિઃશુલ્ક સેવાઓ લાભ લેવા અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial