Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેઉવા પટેલ સમાજ દ્વારા
જામનગર તા. ૧૯: લેઉવા પટેલ સમાજ-જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રી લેઉવા પટેલ સમાજમાં તૈયાર થયેલ નવી વિંગનું લોકાર્પણ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રમુખ મનસુખભાઈ રાબડિયા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી તથા તેમના સર્વાંગી વિકાસ થકી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, 'જે સમાજમાં શિક્ષણનું સ્તર સારૂ હોય તે સમાજ હંમેશાં પ્રગતિ કરે છે, તેમજ બાળકો જ આપણી સાથી મોટી સંપત્તિ છે, જેથી કરીને વાલીઓએ બાળકો સાથે સમય વિતાવવા અનુરોધ કર્યો.'
આ તક પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, અને મોબાઈલનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા અપીલ કરી હતી. અભ્યાસની સાથે સાથે શારીરિક વિકાસ થાય તે માટે વિદ્યાર્થીઓએ રમતગમતમાં ભાગ લેવા જણાવ્યું હતું. સમાજના વિકાસમાં તમામ ક્ષેતરે હરહંમેશ યોગદાન આપતા તમામ દાતાશ્રીઓનો પણ આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, ચેમ્બર પ્રમુખ રમણિકભાઈ અકબરી, જે.સી. વિરાણી, ડો. પી.બી. વસોયા, વિરજીભાઈ હિરપરા, કરશનભાઈ ટીંબડિયા, વસરામભાઈ ચોવટિયા, લવજીભાઈ વાદી, કૈલાશભાઈ રમોલિયા, કિશોરભાઈ સંઘાણી, રમેશભાઈ વેકરિયા, આશાબેન કાછડિયા ઉપરાંત કોર્પોરેટરો અને જ્ઞાતિના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. ધો. ૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કાર્યક્રમમાં ૧૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial