Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના રઘુકુળ મેરેજ બ્યુરો દ્વારા નિઃશુલ્ક વેવિશાળ પરિચય સંમેલન

આગામી તા. ૧૨-૧૦-૨૦૨૫ના આયોજનઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૯: સમગ્ર લોહાણા સમાજ માટે વેવિશાળ અંગે માહિતી આદાન-પ્રદાન કરતી સંસ્થા રઘુકુળ મેરેજ બ્યુરો, ૩-ભીડભંજન શેરી, દાણાપીઠ પાસે, રાજકોટમાં દર રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી ૧૬ વર્ષથી કાર્યરત સંસ્થા દ્વારા રઘુવંશી સમાજ માટે ૧૦-વેવિશાળ સંમેલનનું સફળ આયોજન થયેલ છે.

રઘુકુળ મેરેજ બ્યુરોનાં ચેરમેન અશોકભાઈ કુંડલીયા જણાવે છે કે સંસ્થા દ્વારા સમગ્ર રઘુવંશી સમાજનાં હાયર એજયુકેશન ધરાવતા ઉમેદવારો માટે તા. ૧૨/૧૦/૨૦૨૫ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વેવિશાળ પરિચય સંમેલનનું આયોજન ગીરીરાજ મલ્ટીકયુઝીન રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ, મોટા મવા, જલારામ ફુડ કોર્ટની બાજુમાં, પોલીસ સ્ટેશન પાસે, રાજકોટમાં કરવામાં આવ્યું છે.

આયોજનની માહિતી :

પરિચય સંમેલનમાં ફકત લોહાણા જ્ઞાતિના તા. ૦૧/૦૧/૧૯૯૨ પછી જન્મ દિવસ હોય તેવા સી.એ., એમ.બી.એ., ડોકટર, એડવોકેટ, એન્જીનિયર વિગેરે હાયર એજયુકેશન ધરાવતા યુવક-યુવતીઓ જ ભાગ લઈ શકશે. યુવતીઓનો ઓછો અભ્યાસ હશે તો પણ એન્ટ્રી સ્વીકારવામાં આવશે.

કોઈપણ ઉમેદવારે ફોર્મ ભરવાની જરૂર નથી ફકત મો. નં. ૯૮૨૪૨ ૧૧૧૫ર ઉપર બાયોડેટા અશોકભાઈ કુંડલીયાને તા. ૦૮/૧૦/૨૦૨૫ સુધીમાં વોટસએપ દ્વારા મોકલવાની રહેશે.

પરિચય સંમેલનમાં ભાગ લેવા માટેનો કોઈ ચાર્જ નથી પરંતુ સ્વ-ખર્ચે નાસ્તા, ચા-પાણીના કુપન લેવાના રહેશે.

સંજોગોનુસાર અથવા રાજકોટ બહાર જે ઉમેદવારની સર્વિસ-વ્યવસાય હોવાના કારણોસર ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં તેમના વાલી અથવા પ્રતિનિધિને એન્ટ્રી આપવામાં આવશે.

આપણી પાસે ૯ થી ૧૨ નો લિમિટેડ સમય હોય દરેક ઉમેદવાર તથા પરિવાર સાથે ૯ વાગ્યે એન્ટ્રી લઈ લેવી ફરજીયાત છે.

પરિચય સંમેલનમાં ફ્રેશ ઉમેદવારો, સગાઈ વિચ્છેદ, લગ્ન વિચ્છેદ તેમજ ડીફરન્ટલી એબલ્ડ ઉમેદવારો માટે અલગ-અલગ મીટીંગની વ્યવસ્થા થયેલ છે.

દરેક ઉમેદવારને બાયોડેટાની ઈનબીલ્ટ ફોટો હોય તેવી કલરફુલ ૫-કોપી સાથે રાખવાની રહેશે. જેમાંથી ૩-કોપી રજીસ્ટ્રેશન સમયે જમા કરાવવાની રહેશે.

પ્રોગ્રામ શરૂ થાય એટલે તુરંત જ પી.ડી.એફ. બુક વિમોચન થઈ જશે. એટલે અનુકુળ વિગત મુજબ તુરંત મિટિંગની વ્યવસ્થા થઈ શકશે.

પરિચય સંમેલનને સફળ બનાવવા માટે રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન અશોકભાઈ કુંડલીયાના માર્ગદર્શન હેઠળ નવીનભાઈ જોબનપુત્રા, રમેશભાઈ દાસાણી, મોન્ટુભાઈ અનડકટ, લક્ષ્મીદાસભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ પુજારા, દિલીપભાઈ કુંડલીયા, વિજયભાઈ જોબનપુત્રા, સાકેતભાઈ કુંડલીયા, નીલમબેન કારીયા, ફાલ્ગુનીબેન હીંડોચા, ધારાબેન કુંડલીયા, મીનાબેન જોબનપુત્રા, દીપ્તીબેન કારીયા, જાનવીબેન કુંડલીયા વિગેરે કમિટિ મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh