Advertisement
Author: નોબત સમાચાર

પહેલી જાન્યુઆરી-૨૦૨૬થી થનારા નવ મોટા ફેરફાર જાણો...

કોને કેટલી અને કેવી અસર થશે ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭: પહેલી જાન્યુઆરી-૨૦૨૬થી થનારા નવ મોટા ફેરફાર લગભગ તમામ દેશવાસીઓને અસર કરશે. કોને, કયાં, કેટલી અને કેવી અસરો થશે, તેની જાણકારી અપાઈ રહી છે. સોશ્યલ મીડિયાની વિવિધ એપ્સ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા માપદંડો પણ અમલી બનશે.

એસબીઆઈ, પીએનબી અને એચડીએફસી જેવી બેન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર ૧ જાન્યુઆરીથી દેખાશે. આ સાથે જ ફિકસ્ડ ડિપોઝિટ (એફડી)ના નવા વ્યાજદરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્ત્વના રહેશે.

તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ નકકી કરે છે. ૧ જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ૧ ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો.

તા. ૧ લી જાન્યુઆરી ૨૦૨૬ થી નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ, ટેકસ, સિમકાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા વર્ષે શું ફેરફાર થશે.

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ રહી છે. જો ૧ જાન્યુઆરી સુધિ લિંક નહીં કરો, તો પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જો ૧ જાન્યુઆરી સુધી લિંક નહીં કરો, તો પાન કાર્ડ ઇનએક્ટીવ થઈ જશે. જેના કારણે બેન્કિંગ કામકાજ, આઈટીઆર રિફંડ અને સરકારી યોજનાઓના લાભ અટકી શકે છે.ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર યુપીઆઈ પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ કડક બનાવાશે.

એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. વિમાનમાં વપરાતા ઈંધણ(એટીએફ)ના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે, જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે.

૧૯૬૧ના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરા કાયદો અમલી બનવાની પ્રક્રિયા શરૂ થશે. સરકાર જાન્યુઆરીમાં નવા સરળ આઈટીઆર ફોર્મ નોટિફાઈ કરી શકે છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી લાગુ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh