Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી તથા રાજ્યના ઉર્જામંત્રી કરશે ઉદ્દઘાટન
જામનગર તા. ૨૭: ગુજરાત વીજ વિભાગના એન્જીનિયર્સ એસોસિએશનનાં ૨૭ માં ત્રિ-વાર્ષિક અધિવેશનનું 'જીબીઆ'ના પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાનાં અધ્યક્ષ સ્થાને તા. ૨૭ થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન ડો. હરીભાઇ ગોધાણી કેમ્પસ, રૂદ્રાક્ષ પેટ્રોલિયમની બાજુમાં, ધોરાજી ચોકડી નજીક, બાયપાસ, જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની તમામ વીજ કંપનીઓનાં વીજ ઇજનેરો સહિત કુલ ૭ હજારથી વધુ સભ્યો અધિવેશનમાં જોડાશે. આ અધિવેશનમાં ૨૦૨૬ થી ૨૦૨૮ના કાર્યકાળ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.
૨૭ તારીખના કાર્યક્રમમાં બેઠકો તથા વિવિધ ઠરાવો કરવામાં આવશે. ૨૮ તારીખે મુખ્ય કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા રાજ્યના કેબિનેટ કક્ષાના ઉર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે. જે પછી વિવિધ બેઠક, ઠરાવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ જીબીઆના સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial