Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૮.૯પ લાખનો મુદ્દામાલ કબજેઃ અન્ય બે દરોડામાં ત્રણ મહિલા સહિત છ સામે ગુન્હોઃ
જામનગર તા. ૨૭: જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પર ગઈકાલે એલસીબીએ દરોડો પાડ્યો હતો. ધ્રાફાના એક શખ્સ તથા પોરબંદરના બીજા શખ્સ દ્વારા ચલાવાતા અડ્ડા પરથી સાત શખ્સ જુગાર રમતા ઝડપાયા છે. દસ શખ્સ નાસી જવામાં સફળ થયા છે. રોકડ, મોબાઈલ, એક મોટર, બે બાઈક મળી કુલ રૂ।.૮ લાખ ૯પ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. શંકરટેકરીમાંથી ત્રણ પત્તાપ્રેમી મળી આવ્યા છે અને રામનગરમાં ત્રણ મહિલા સહિત છ તીનપત્તી રમતા ઝડપાયા છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની બોરીયાબંધીયા ગામની સીમમાં ગઈકાલે સાંજે કેટલાક શખસો ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના સુમિત શિયાર, ક્રિપાલસિંહ, અજય વિરડા, ભયપાલસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પીએસઆઈ પી.એન. મોરીના વડપણ હેઠળ ગઈકાલે સાંજે ધ્રાફાની સીમમાં જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
આ ખેતરમાં આવેલી ઓરડીમાં જયરાજસિંહ તથા પોરબંદરના રાણાવાવના તેના મિત્ર પ્રકાશ બહાદુરભાઈ બરડાઈ દ્વારા ચલાવાતો જુગારનો અડ્ડો ઝડપાઈ ગયો છે. ત્યાં નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા કેશુભાઈ વજશીભાઈ આગઠ, દિવ્યેશ નારણભાઈ વાંઝા, રવિ શાંતિલાલ નડિયાધાર નામના પોરબંદરના શખ્સો ઉપરાંત જામજોધપુરના મનિષ ડાયાભાઈ વકાતર, રાણાવાવના પ્રકાશ બહાદુરભાઈ બરડાઈ, ધ્રાફાના મહાવીરસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા નામના છ શખ્સ મળી આવ્યા હતા.
દરોડા વેળાએ ધ્રાફાના જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, પોરબંદરના નિલેશભાઈ ભુતીયા, પોરબંદરના સીસલી ગામના રાજુ મોઢવાડીયા, કુતિયાણાના અરજણ બાપોદરા ઉર્ફે ભૂરો, કડિયા પ્લોટવાળા કિશન કુંભાર, મૈયાલી ગામના કેશુભાઈ ઓડેદરા, લાલપુરના ચોરબેડી ગામના ઈરફાન, ઓડદળ ગામના રામદે રાણાભાઈ ઓડેદરા, જૂનાગઢના દાસાભાઈ, અશોકભાઈ તથા પોરબંદરના ખાપટના રાઠોડ નામના અગિયાર શખ્સ નાસી જવામાં સફળ થયા છે.
આ ઓરડીમાં ગંજીપાનાથી માંગપાનુ નામનો જુગાર ઝડપાયો છે. પટમાંથી રૂ।.૧ લાખ ૧૦ હજાર રોકડા, સાત મોબાઈલ, એક મોટર, બે બાઈક મળી કુલ રૂ।.૮ લાખ ૯પ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. તમામ ૧૭ સામે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગરની શંકરટેકરીમાં આવેલી બારોટ ફળીમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા રવિરાજસિંહ ઘેલાભા રાઠોડ, સોમાભાઈ ડાયાભાઈ રાઠોડ, વસંત ચંદુભાઈ ચાંદ્રા નામના ત્રણ શખ્સ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૨,૩૭૦ કબજે કરાયા છે.
જામનગરના ગોકુલનગર નજીક રામનગરની શેરી નં.૩માં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા કાંતિભાઈ મોહનભાઈ કટેશીયા, દિવ્યેશ લાલજીભાઈ શાહ, ભીમાભાઈ હમીરભાઈ ગોજીયા તથા જયોતિબેન સામતભાઈ ભાટુ, હેમલતાબેન પ્રદીપભાઈ કરમુર, ઉષાબેન ચંદ્રેશભાઈ કપુરીયા નામના છ વ્યક્તિ પોલીસના દરોડામાં પકડાયા હતા. પટમાંથી રૂ।.૧૭૬૫૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial