Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૬ જાન્યુઆરી સુધી અરજીઓ મંગાવાઈ
જામનગર તા. ૨૭: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગમાં વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટિસ ભરતી અંગે ઈચ્છુક ઉમેદવારો પાસેથી જરૂરી દસ્તાવેજો સાથે તા. ૬ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવાઈ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસ ભરતીસત્ર માટે એપ્રેન્ટિસ ફિટરમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ, આઇટીઆઈમાં ફિટર ટ્રેડ પાસ તેમજ વયમર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ ટર્નરમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ, આઇટીઆઈમાં ટર્નર ટ્રેડ પાસ તેમજ વયમર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશ્યનમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ (ગણિત અને વિજ્ઞાન વિષય સાથે) આઇટીઆઈમાં ઇલે.ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ વેલ્ડરમાં (ગેસ અને ઇલે.) શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૦૮ પાસ તેમજ આઇટીઆઈમાં વેલ્ડર (ગેસ અને ઇલે.) ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ મિકેનીકમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ તેમજ આઇટીઆઈમાં મોટર મિકેનિક(વ્હીકલ) ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ તેમજ એપ્રેન્ટિસ ડીઝલ મિકેનીકમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ તેમજ આઇટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષની રહેશે. તેમજ તાલીમ મુદત ૧ વર્ષની રહેશે.
એપ્રેન્ટિસ ભરતી માટેના નિયત અરજીપત્રકો તા.૫/૦૧/૨૦૨૬ના સવારે ૧૧ થી ૧૪ કલાક દરમ્યાન મહેકમ શાખા, વિભાગીય નિયામકની કચેરી, કાલાવડ નાકા બહાર, એસ. ટી જામનગરમાં રૂબરૂ મેળવી તા.૬/૦૧/૨૦૨૬ના જમા કરાવવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial