Advertisement
Author: નોબત સમાચાર

પંજાબનું લુધિયાણા શહેર આખા ભારતના લોકોને ઠંડા ઠંડા શિયાળામાં ગરમ રાખે છે!

ગરમ વસ્ત્રોના બજારમાં લુધિયાણાનો ૯૫ ટકા હિસ્સો છે!

                                                                                                                                                                                                      

ઠંડાગાર શિયાળામાં ગરમ કપડાંંં ઉપર લેખ લખવાથી પણ હૂંફ મળે તેવું એન્જિઑગ્રાફીના લેખકનું માનવું છે! આપણી માનસિકતા પણ પણ અદ્ભુત છે. ઘરના બાથરૂમમાં શાવર નીચે ઊભીને નહાય, ચોમાસામાં છત્રી લઈને ફરે! ઉનાળામાં એરકન્ડિશન વાપરે અને શિયાળામાં હીટર વાપરે! કારેલાનો જ્યુસ પીવે અને પછી લાડુ, શ્રીખંડની જયાફત ઉડાવે! જેમતેમ કરીને જિંદગી પૂરી કરે!

અત્યારે શિયાળો જામ્યો છે, પરંતુ ગરમ કપડાંંની બજાર હજુ જામી નથી. ગરમ કપડાંંના ભાવ પણ ખિસ્સું દઝાડી દે તેવા ગરમ છે. સામાન્ય સ્વેટર ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં મળે છે. કાનટોપીના ૧૫૦ થી ૨૫૦ સુધીના ભાવ છે. જો કે ધનિકો તો એક લાખથી લઈને ૧૦ લાખની કિમતના ઓવરકોટ, બ્લેઝર, પુલ ઓવર અને જેકેટ પહેરે છે. ગરમ કપડાંંમાં જેવી બજાર તેવા ભાવ હોય છે. ગુજરાતમાં શિયાળામાં તિબેટીયન લોકો ગરમ કપડાંંં માટે પ્રખ્યાત છે. થોડા દાયકા પહેલાં તે લોકો જાતે ગરમ કપડાંંં બનાવતા અને વેચતાં હતા. હવે તો મોટાભાગના ગરમ વસ્ત્રો પંજાબના લુધિયાણાથી જ લાવે છે. ભારતમાં ફટાકડા માટે જેમ શિવકાશી પ્રખ્યાત છે તેમ ગરમ કપડાંંં માટે લુધિયાણા દુનિયામાં પ્રખ્યાત છે!

ગરમ વસ્ત્રો

શિયાળાના વસ્ત્રોમાં ઊન, ફ્લીસ અને ડાઉન જેવા ઇન્સ્યુલેટીંગ કાપડમાંથી બનાવેલા ચોક્કસ કપડાંંંના સ્તરોનો સમાવેશ થાય છે, જેથી ઠંડીમાં પણ તે ગરમ રહે. આવશ્યક વસ્તુઓમાં ઉન, થર્મલ બેઝ લેયર, સ્વેટર અથવા કાર્ડિગન જેવા ઇન્સ્યુલેટીંગ મિડ-લેયર અને જેકેટ અને કોટ્સ જેવા રક્ષણાત્મક બાહૃા સ્તરોનો સમાવેશ થાય છે.

થર્મલ લેયરઃ ઉન અથવા જાડા ફેબ્રિક દ્વારા પ્રથમ સ્તર બનાવવામાં આવે છે, જે ત્વચાની નજીક રહે છે, જેથી ભેજ દૂર થાય અને પ્રારંભિક ઇન્સ્યુલેશન પૂરૃં પાડી શકાય. મેરિનો વૂલ અથવા સિન્થેટિક કાપડ જેવી સામગ્રી તેમની હૂંફ અને શ્વાસ લેવાની ક્ષમતાને કારણે ઉત્તમ પસંદગી છે.

મધ્ય-સ્તરોઃ આ સ્તર શરીરની ગરમીને સાચવીને પ્રાથમિક ઇન્સ્યુલેશન પૂરૃં પાડે છે. સ્વેટર, હૂડી, સ્વેટશર્ટ અને કાર્ડિગન સામાન્ય પસંદગીઓ છે, જે ઘણીવાર ઊન અથવા ફ્લીસમાંથી બનાવવામાં આવે છે.

બાહૃા સ્તરોઃ સૌથી બહારનું સ્તર પવનપ્રૂફ હોવું જોઈએ અને આદર્શ રીતે, બરફ, વરસાદ અને ઠંડા પવનોથી બચાવવા માટે વોટરપ્રૂફ હોવું જોઈએ. અનેક દેશોમાં શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. આથી ગરમ કપડાંંમાં વોટર પ્રૂફ લેયર આપવામાં આવે છે.

એસેસરીઝઃ હવે માત્ર છાતીને જ કવર કરવાની સાથે શરીરના અન્ય અંગોને ઠાંકવા માટે પણ વસ્ત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. કારણ કે, માથા, હાથ અને પગમાંથી શરીરની નોંધપાત્ર ગરમી ગુમાવી શકાય છે. જેના માટે ટોપીઓ, બીની, સ્કાર્ફ, મફલર અને ઇન્સ્યુલેટેડ મોજા અથવા મિટન્સ વાપરવામાં આવે છે. હેન્ડકફ્સ, વિન્ટર કેપ વિથ નેક સ્કાર્ફ સેટ, ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટ્રેચી વૂલન ફેબ્રિક સાથે માથા અને ગરદન બંનેને હૂંફ પ્રદાન કરે છે, અને બોલ્ડફિટ જેવી બ્રાન્ડ્સમાંથી વિવિધ વૂલન ગ્લોવ્સ ઉપલબ્ધ છે.

બજાર

ભારતમાં શિયાળાના વસ્ત્રોનું બજાર દેશના વસ્ત્ર ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતો ભાગ છે, જેનું મૂલ્ય ગત શિયાળામાં આશરે સાત બિલિયન ડોલરનું હતું. હજુ સતત વૃદ્ધિ પામવાનો અંદાજ છે. વધતી જતી આવક, શહેરીકરણ અને ફેશન વલણોના પ્રભાવને કારણે, બજાર સંપૂર્ણપણે જરૂરિયાત-આધારિતથી આકાંક્ષા-આધારિત ખરીદી તરફ આગળ વધી રહૃાું છે. ગરમ કપડાંંના બજારમાં પણ હવે 'ફેશન ડિઝાઈનીગ' પ્રવેશી ગયું છે. મોટી મોટી ફેશન ડિઝાઇનિંગ કોલેજો હવે લગ્ન પ્રસંગ માટેના વસ્ત્રો સાથે ગરમ વસ્ત્રોના ડિઝાઇનિંગનું શિક્ષણ પણ આપે છે.

બજારનું કદ અને વૃદ્ધિ

ભારતીય આઉટવેર બજાર ગત શિયાળામાં યુએસડી સાત બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું અને ૨૦૩૩ સુધીમાં લગભગ ૪.૧% ના દરથી વધવાની અપેક્ષા છે. પુરુષોના શિયાળાના વસ્ત્રો આવકના હિસ્સાની દૃષ્ટિએ બજારમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે બાળકોના સેગમેન્ટમાં ઝડપી ગતિએ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

બ્રાન્ડેડ વિરૂદ્ધ અનબ્રાન્ડેડઃ અનબ્રાન્ડેડ સેગમેન્ટ કુલ શિયાળાના વસ્ત્રો બજારમાં મુખ્ય હિસ્સો એટલે કે,  લગભગ ૭૦% ભાગ ધરાવે છે. સામે પક્ષે ઉચ્ચ ગુણવત્તા, નવીનતમ અને આકર્ષક ડિઝાઇન અને નવીન કાપડ પર ધ્યાન કેન્દ્રિત કરીને બ્રાન્ડેડ શિયાળાના વસ્ત્રો વધુ આકર્ષણ મેળવી રહૃાા છે.

પ્રાદેશિક માંગ

આબોહવાની પરિસ્થિતિઓ ઉત્પાદનની માંગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉત્તરીય પ્રદેશોમાં ગરમ, ભારે કાપડની જરૂર પડે છે, જ્યારે દક્ષિણી પ્રદેશોમાં શિયાળો હળવો હોય છે, જેના કારણે ખુલ્લા જેકેટ અને કાર્ડિગન જેવા હળવા વજનના વિકલ્પોની માંગ વધે છે.

નવા સમયમાં ઓનલાઈન રિટેલ એક મુખ્ય વૃદ્ધિ ચાલક છે, જે ફક્ત શહેરી કેન્દ્રો જ નહીં, પરંતુ ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં બ્રાન્ડ્સ અને શૈલીઓની વિશાળ શ્રેણીને સુલભ બનાવે છે. સોશિયલ મીડિયા ગ્રાહક પસંદગીઓ અને ફેશન વલણોને નોંધપાત્ર રીતે અસર કરે છે.

ફેશન વલણો

વર્તમાન વલણો કાર્યક્ષમતા અને શૈલીના મિશ્રણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સ્ટ્રક્ચર્ડ લેયરિંગ, વંશીય અને આધુનિક વસ્ત્રોનું મિશ્રણ (દા.ત., કુર્તા ઉપર વૂલન જેકેટ), અને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ કાપડની વધતી માંગનો સમાવેશ થાય છે. ગરમ વસ્ત્રો હવે વિવિધ રંગોમાં મૈ રહૃાા છે.

સંશોધન

બ્રાન્ડ્સ ઉચ્ચ-પ્રદર્શન છતાં હળવા વજનના વસ્ત્રો પ્રદાન કરવા માટે હીટ-લોક, થર્મલ રેગ્યુલેશન, વોટર-રેઝિસ્ટન્સ અને વિન્ડ-પ્રૂફિંગ જેવી અદ્યતન ફેબ્રિક તકનીકોનો સમાવેશ કરી રહી છે. જૂના સમયમાં ગરમ વસ્ત્રો વજનમાં બહુ ભારે રહેતા હતા. હવે થર્મલના સમયમાં સામાન્ય કપડાંંં કરતા પણ હળવા અનુભવાય છે.

લુધિયાણા

ભારતના શિયાળાના વસ્ત્રોના બજારમાં લુધિયાણાનું ખૂબ મહત્ત્વ છે, જેને ઘણીવાર ''માન્ચેસ્ટર ઓફ ઈન્ડિયા'' અને દેશના ''વૂલન કેપિટલ'' તરીકે ઓળખવામાં આવે છે. તે દેશના ઉત્પાદનમાં લગભગ એકાધિકાર ધરાવે છે, જે ભારતના વૂલન અને એક્રેલિક નીટવેરનો અંદાજે ૯૦% થી ૯૫ % માલ સપ્લાય કરે છે. તેના વર્ચસ્વ માટેના મુખ્ય કારણોમાં લુધિયાણામાં લગભગ ૧૨ થી ૧૩ હજાર ઉત્પાદન એકમોનો કાર્યરત છે, લુધિયાણામાં મોટા નિકાસ ગૃહોથી લઈને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)નો સમાવેશ થાય છે. આ વિશાળ નેટવર્ક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ બંને માટે જથ્થાબંધ ઉત્પાદન અને ખર્ચ-અસરકારક ઉત્પાદનની સુવિધા આપે છે.

અહીં ફેશન ડિઝાઈનીંગથી લઈને વિશાળ સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ છે. અહીં ગરમ વસ્ત્રોની વિવિધ શ્રેણી ઉપલબ્ધ છે. સ્વેટર, જેકેટ્સ, થર્મલ્સ, કાર્ડિગન્સ, પુલઓવર, મફલર, ગ્લોવ્સ અને શાલ સહિત શિયાળાની આવશ્યક ચીજવસ્તુઓની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે, જે લો-એન્ડ માસ માર્કેટથી લઈને પ્રીમિયમ બ્રાન્ડ્સ સુધીના વિવિધ બજાર વિભાગોને પૂરી પાડે છે.

કુશળ કાર્યબળઃ આ પ્રદેશ ગૂંથણકામ અને હોઝિયરી ઉત્પાદનમાં વિશેષ કુશળતા ધરાવતા કુશળ મજૂરોની પેઢીઓથી લાભ મેળવે છે. આ સ્થાનિક જ્ઞાન ઉદ્યોગની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર ફાળો આપે છે.

સંકલિત પુરવઠા શ્રૃંખલાઃ લુધિયાણા પાસે એક મજબૂત અને સંકલિત સ્થાનિક પુરવઠા શ્રૃંખલા છે, જેમાં સ્પિનિંગ, વણાટ, રંગકામ અને ગાર્મેન્ટિંગ એકમોનો સમાવેશ થાય છે. આ સ્વ-નિર્ભરતા ઉત્પાદકોને સ્થાનિક રીતે કાચો માલ મેળવવા અને બજારની માંગ અને ચુસ્ત ડિલિવરી સમયપત્રકનો ઝડપથી જવાબ આપવા માટે પરવાનગી આપે છે.

સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિતઃ જ્યારે નિકાસ નોંધપાત્ર છે, ત્યારે સ્થાનિક બજાર પ્રાથમિક ચાલક છે, જે શહેરના ઊન ક્ષેત્રના ઉત્પાદનમાં લગભગ ૭૦% હિસ્સો ધરાવે છે. મજબૂત સ્થાનિક સ્પર્ધા અને ટ્રેન્ડી, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે મધ્યમ વર્ગની માંગમાં સતત વધારો થયો છે, જેથી ઉત્પાદન એકમોને તેમની ઉત્પાદન પ્રક્રિયાઓને નવીનતા અને અપગ્રેડ કરવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.

ઐતિહાસિક વારસો

લુધિયાણાનો કાપડ વારસો ૨૦મી સદીની શરૂઆતમાં છે, જે સરકારી સમર્થન અને મજબૂત વેપાર સંબંધો વિકસાવવા સાથે વિકાસ પામી રહૃાો છે, શરૂઆતમાં સોવિયેત યુનિયન સાથે વિપુલ વેપાર કર્યો હતો. લુધિયાણાનો સંકલિત ઉદ્યોગ, વિશાળ ઉત્પાદન ક્ષમતા અને કુશળ શ્રમબળ તેને ભારતના શિયાળાના વસ્ત્ર બજારનો અનિવાર્ય કરોડરજ્જુ બનાવે છે, જે રાષ્ટ્રીય અને વૈશ્વિક વસ્ત્રો બ્રાન્ડ્સ માટે એક ગો-ટુ સોર્સિંગ ડેસ્ટિનેશન છે.

દુનિયામાં આધુનિક ગરમ વસ્ત્રો પૂરા પાડવામાં પણ લુધિયાણા મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયાની મોટી અને પ્રખ્યાત ગરમ વસ્ત્રોની બ્રાન્ડ લુધિયાણામાં અવરજવર કરતી જોવા મળે છે.

પ્રકાર

ઠંડી અનુસાર ગરમ વસ્ત્રોના પ્રકાર પણ અલગ અલગ હોય છે. ગુજરાતમાં હૂંફ આપતા ગરમ વસ્ત્રો અમેરિકા કે કેનેડામાં કામ લગતા નથી. અમેરિકા અને યુ.કે. ના ગરમ વસ્ત્રો રશિયાના અલાસ્કામાં રક્ષણ આપતા નથી! કેનેડામાં પણ ગરમ વસ્ત્રો સ્થાનિક હવામાન અનુસાર હોય છે. દરેક દેશની ઠંડીનો પ્રકાર અલગ અલગ હોય છે. જેવી ઠંડી તેવા વસ્ત્રો.

જામનગર

જામનગરમાં તિબેટીયન લોકો છેલ્લા ૨૦ વર્ષથી ટાઉન હોલ પાસે ગરમ કપડાંંંનો વેપાર કરે છે. જામ સાહેબ આ પરિવારોને વેપારની અનુકૂળતા કરી સહકાર આપે છે અને પોતાની જગ્યા વિનામૂલ્યે વાપરવા માટે પણ આપે છે. આ વખતે ૨૬ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

આગાહી

વર્તમાન શિયાળામાં ગુજરાત માટે હવામાન આગાહી (ડિસેમ્બર ૨૦૦૨૫-ફેબ્રુઆરી ૨૦૨૬) માટે કોઈ ખાસ આગાહી નથી. દર વર્ષની પેટર્ન મુજબ જ ઠંડી પડશે.  ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા લઘુત્તમ તાપમાન સાથે સામાન્ય રીતે હળવો શિયાળો રહેવાનો સંકેત આપે છે, પરંતુ આશરે ૩૦ દિવસનો ''પીક કોલ્ડ'' સમયગાળો ટૂંકો રહેશે. રાજ્યમાં ઠંડી રાત અને ગરમ બપોરનું મિશ્રણ રહેશે. લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. નલિયા અને ડીસા રાજ્યમાં સૌથી વધુ ઠંડા વિસ્તાર રહેશે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર સૌથી વધુ ઠંડી નોંધાશે. આ વખતે સામાન્ય ફેરફારમાં કચ્છના રણમાં તાપમાન વધુ નીચું જવાની સંભાવના રહેલી છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને ઠંડી તંદુરસ્તી ભરી રહે તેવી શુભેચ્છા.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh