Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૯ બોટલ કબજેઃ આરોપીની શોધખોળ

સ્કૂટરમાં બીયરના ટીન લઈ જતો શખ્સ પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના ટાઉનહોલ વિસ્તારથી આગળ સ્કૂટરમાં બીયરના બાવીસ ટીન લઈને જતા શખ્સ એક શખસને પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે સિક્કાના પંચવટી રોડ પર એક મકાનમાંથી ઓગણપચ્ચાસ બોટલ દારૂ ઝડપાઈ ગયો છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી રોડ પર ગઈરાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સિક્કાની શ્રીજી સોસાયટીમાં રહેતા ભાવસંગ જોધાભા સુમણીયા નામના શખ્સના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ મકાનની તલાશી લેવામાં આવતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની કુલ ૪૯ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. ૨૫૦૧૫ની કિંમતનો દારૂ કબજે કરી ભાવસંગ સુમણીયાની શોધ હાથ ધરી છે.

જામનગરના ટાઉન હોલથી તીનબત્તી વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતાં નાગર ચકલા નજીકની સોનીફળીમાં શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા કપિલ ભરતભાઈ વસાણી નામના શખ્સના જીજે-૧૦-સીજે ૩૩૭૫ નંબરના સ્કૂટરને એલસીબીના સ્ટાફે રોકી ચેક કરતા આ શખ્સ પાસેથી બીયરના બાવીસ ટીન મળી આવ્યા હતા. એલસીબીએ ટીન તેમજ સ્કૂટર મળી રૂ. ૫૨૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. કપિલ વસાણીએ તે ટીન ગુલાબનગરવાળા શબ્બીર બશીર સુમરાએ આપ્યાની કબૂલાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh