Advertisement
Author: નોબત સમાચાર

દારૂબંધી ભંગના ગુન્હામાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીની કરાઈ અટક

ખોડિયાર કોલોની સામે શાક માર્કેટમાંથી ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરની નિલકમલ સોસાયટીમાં રહેતા એક શખ્સની પોલીસે અટકાયત કરી છે. આ શખ્સ દારૂબંધી ભંગના ગુન્હામાં સંડોવાયા પછી છ મહિનાથી નાસતો ફરતો હતો.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીમાં રહેતા શક્તિસિંહ અજીતસિંહ કંચવા ઉર્ફે જીગી નામના શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયો હતો.

ત્યારપછી છ મહિનાથી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. ઉપરોક્ત આરોપી ખોડિયાર કોલોની શાક માર્કેટ પાસે આવ્યો હોવાની બાતમી પરથી દોડી ગયેલી સિટી સી ડિવિઝન પોલીસે અટકાયત કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh