Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરૂ સેક્શન રોડ પાસે સોસાયટીમાં તીનપત્તી રમતા સાત પકડાયાઃ
જામનગર તા. ૧૭: લાલપુરના રીંઝપરમાં ગઈકાલે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા છે. રોકડ, મોબાઈલ, મોટર મળી રૂ. ૧,૯૧,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સરૂ સેક્શન રોડ પર સરદાર પટેલ સોસાયટીની શેરી નં.ર પાસે ગઈરાત્રે જુગાર રમતા સાત પકડાઈ ગયા છે. મુળીલામાંથી છ અને પડાણા ગામ પાસેથી બે પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.
લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં ગઈરાત્રે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમી રહેલા દિલીપ રાજશીભાઈ વસરા, રાજેશ લવજીભાઈ વિરાણી, દેશુર સોમાતભાઈ ડાંગર, ઈસ્માઈલ હાજી બ્લોચ, સુરેશ નારણભાઈ રાઠોડ, હિતેશ ભાણજીભાઈ નકુમ, અરજણ નાથાભાઈ વસરા નામના સાત શખ્સ મળી આવ્યા હતા.
પોલીસે પટમાંથી રૂ. ૧૨૦૭૦૦ રોકડા, જીજે-૧-કેેએ ૩૨૧૧ નંબરની અલ્ટો મોટર, બે મોબાઈલ મળી કુલ રૂ. ૧,૯૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. સાતેય સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધાયો છે.
લાલપુર તાલુકાના મુળીલા ગામમાં ગૌશાળાવાસ પાસે ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા બાબુભાઈ માંડણભાઈ આયડી, જેઠાભાઈ માંડણભાઈ આયડી, જીવણભાઈ ભીમાભાઈ ધુલીયા, ગાંગજીભાઈ રામજીભાઈ માતંગ, સવજીભાઈ જેઠાભાઈ આયડી, શૈલેષ નાજાભાઈ ખરા નામના છ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૨૮૮૦ ઝબ્બે લેવામાં આવ્યા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામમાં ગેઈટ પાસે બાવળની ઝાળીમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા અજય નાથાભાઈ ચાનપા, મુકેશ મોતીભાઈ વાજા નામના બે શખ્સને પોલીસે પકડી લીધા છે.
જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલી સરદાર પટેલ સોસાયટીની શેરી નં.રના છેવાડે મંગલમ્ એપાર્ટમેન્ટ પાસે ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા બહાદુરસિંહ રામસિંહ જાડેજા, દિલપેશભાઈ પ્રાણલાલ, હેમતભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ભગવાનજી મુળજીભાઈ સુમરીયા, રાજેશ રતીલાલ શાહ, દિનેશભાઈ ચમનભાઈ ડાભી, વિનોદભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના સાતને સિટી સી ડિવિઝનના સ્ટાફે ઝડપી લઈ રૂ. ૧૧૨૪૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial