Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ભીમરાણામાં મોગલ માતાજીનો પ્રાગટયોત્સવ ઉજવાયોઃ શ્રેણીબદ્ધ કાર્યક્રમો

લોકડાયરો અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૮: દ્વારકા તાલુકાના ભીમરાણામાં  તા.૦૫-૧૦-૨૦૨૫ના મોગલ માતાજીના પ્રાગટય મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારથી રાત્રિ સુધી શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કળશવિધિ બાદ ૮ કલાકે ધ્વજારોહણ, સવારે ૯ કલાકે દેવી મહાયજ્ઞ, મહાપ્રસાદ સવારે ૧૧ કલાકે તથા સાંજે ૭ કલાકે, બપોરે ૩ થી ૬ સુધી રાસગરબા સોનલ સાઉન્ડ ખંભાળીયાના સથવારે યોજાયા હતાં. જેમાં ગરબા કલાકાર અભયદાન ગઢવી, સોનલ બારોટ, અનિતા ગઢવી હતા. સાંજે ૫ કલાકે રવેચીના નવનાડનો કુંભ, સંધ્યા મહા આરતી સાંજે ૭ કલાકે, સન્માન સમારોહ રાત્રે ૯:૩૦ કલાકે બાદ લોકડાયરો, સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.  આ લોકડાયરામાં સુપ્રસિધ્ધ કલાકારો રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, શકિતદાન ગઢવી, આદિત્ય ખડીયા, રાજ ગઢવી, શિવુભા માણેક, નવલદાન ખડીયા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત સવાર થી રાત્રિ સુધી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. આ ધર્મોત્સવનો બહોળી સંખ્યામાં માઈભકતોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh