Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દીકરીઓને શિક્ષણના મહત્ત્વ ઉપરાંત ગુડટચ-બેડટચ અંગે પણ અપાયું માર્ગદર્શનઃ
જોડિયા તા. ૯: જોડિયા તાલુકાની હુનર શાળામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત 'બેટી બચાઓ-બેટી પઢાઓ' કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી, જેમાં જીવનમાં શિક્ષણના મહત્ત્વની સાથે દીકરીઓને માસિક સ્વચ્છતા તથા ગુડ ટચ-બેડ ટચ વિશે માર્ગદર્શન અપાયું.
જામનગરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જોડિયા તાલુકાની હુનર શાળામાં બેટી બચાઓ-બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારી પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 'બેટી બચાઓ-બેટી પઢાઓ' યોજનાના બાળલિંગ ગુણોત્તરને સુધારવો, દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને અટકાવવો અને દીકરીઓને શિક્ષણ તથા સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરવા સહિતના મુખ્ય હેતુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દ્વારા દીકરીઓને સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો, તેમના અસ્તિત્વ અને સુરક્ષા ભાર મૂકવાનો, અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને સરકારી યોજનાઓ, મહિલાઓ માટે ચાલતા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પો, અને દીકરીઓના જીવનમાં શિક્ષણના મહત્ત્વ વિશે વિસ્તૃત (મેન્સ્ટ્રલ હીજિયન) અંગે માર્ગદર્શન આપ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી રંજનબેન ગુડ ટચ-બેટ ટચ વિશે અને કવિતબેને પોક્સો કાયદા વિશે માહિતી આપી હતી.
જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરાએ બેટી બચાઓ-બેટી પઢાઓ' યોજનાના ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો વિશે વિગતવાર જાણકારી આપી હતી. તેમણે દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પણ પૂરૃં પાડ્યું હતું. કાર્યક્રમના અંતે હુનર શાળાના આચાર્ય શ્રીમતી ક્રિષ્નાબાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને હાજર રહેલી દરેક વિદ્યાર્થીનીને હાઈજીન કીટ અને અન્ય માહિતીસભર સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હુનર શાળાના આચાર્ય શ્રીમતી ક્રિષ્નાબા ચુડાસમા, ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર હિતેષભાઈ પંડ્યા, હુનર શાળાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ડો. રાઠોડ, કવિતાબેન, રસીલાબેન, અંજલીબેન તથા ડીએચડબલ્યુ, ઓએસસી અને વીએમકેના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial