Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પ સોના પર ટેરિફ નહીં નાંખેઃ ખુુદ કરી સ્પષ્ટતા

અટકળોના આધારે માર્કેટમાં અનિશ્ચતતા પ્રવર્તી રહી હતી, જે દૂર થઈઃ ઈન્વેસ્ટરો-ટ્રેડર્સને રાહત

                                                                                                                                                                                                      

વોશિંગ્ટયન તા.૧૨: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ટેરિફ નહીં નાંખે, તેવી સ્પષ્ટતા તેમણે પોતે સોશ્યલ મીડિયાના માધ્યમથી કરતા અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોના પર ટેરિફ નહીં લાદવાની જાહેરાત કરતાં જ સોનાના ભાવમાં રૂ. ૧૪૦૦નો ઘટાડો થયો છે. ટ્રમ્પે સોશ્યલ મીડિયા પોસ્ટ પર જાહેરાત કરી કે સોનાની આયાત પર અમેરિકામાં ટેરિફ નહીં લાગે તેથી અટકળોનો અંત આવ્યો છે.

એવી અટકળો ચાલી રહી હતી કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ભારે ટેરિફ લાદી શકે છે. એક ફેડરલ નિર્ણયથી સોનાના વાયદાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ઉપરાંત, વિશ્વભરના બુલિયન બજારમાં અરાજકતા ફેલાઈ હતી.

જોકે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહૃાું હતું કે યુએસમાં સોનાની આયાત પર ટેરિફ લાદવામાં આવશે નહીં. ટ્રમ્પની જાહેરાત બાદ સોનાના ભાવમાં રૂ.૧૪૦૦નો ઘટાડો થયો છે. જો કે હજુ સોનું ૧ લાખ ઉપર છે પણ તે લાઈફ ટાઈમ હાઈ લેવલથી નીચે આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ આપી છે કે સોના પર કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સહિત વિશ્વભરના દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહૃાું હતું કે ટ્રમ્પ વહીવટ ટૂંક સમયમાં એક નવી નીતિ લાવવા જઈ રહૃાું છે જે સ્પષ્ટ કરશે કે સોના પર આયાત ડ્યુટી લાદવામાં આવશે કે નહીં. આ પછી, બજારમાં અફવાઓનું બજાર પણ ગરમાયું અને બુલિયન બજાર અસ્થિર બનવા લાગ્યું.

બુલિયન બજારમાં હોબાળા વચ્ચે, સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી, સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. શુક્રવારે, સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે માહિતી આપી હતી કે સોના પર કોઈ ટેરિફ (આયાત ડ્યુટી) નહીં લાગે. આ સાથે, તેમણે યુએસ કસ્ટમ્સ વિભાગના નિર્ણયને નકારી કાઢયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડથી આવતા સોનાના બાર પર ડ્યુટી લાદવામાં આવશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું - સોના પર ટેરિફ નહીં લગાવવામાં આવે! એટલે કે, સોના પર કોઈ ટેક્સ નહીં લાગે. તેમના નિવેદન પછી, સોનાના વાયદાના ભાવ ૨.૪૮% ઘટીને ૩,૪૦૪.૭૦ પ્રતિ ઔંસ પર બંધ થયા.

ગયા શુક્રવારે, સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા, જ્યારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એ ચુકાદો આપ્યો કે સ્વિટ્ઝર્લેન્ડથી આવતા ૧ કિલો અને ૧૦૦ ઔંસ વજનના સોનાના કાસ્ટ બાર પર ટ્રમ્પ દ્વારા નિર્ધારિત ૩૯% આયાત ડ્યુટી વસૂલવામાં આવશે. આવા સોનાના બારનો ઉપયોગ મુખ્યત્વે કોમોડિટી એક્સચેન્જ પર સોના, ચાંદી અને અન્ય ધાતુઓના ફયુચર્સ કોન્ટ્રાક્ટને ટેકો આપવા માટે થાય છે.

ભારત સરકારે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે માંગ, ગુણવત્તા અને કરાર વ્યવસ્થા સહિતના વિવિધ પરિબળો ભારતની નિકાસ પર યુએસ ટેરિફની અસર નક્કી કરશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, નિકાસકારો, એમએસએમ ઈના કલ્યાણને રક્ષણ અને પ્રોત્સાહન આપવાને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે અને આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh