Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓને પહેલેથી જ મૂકત કરાયા હોઈ ફરી ધરપકડ નહીં કરાયઃ એસ.જી.
મુંબઈ તા. ૨૪: મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના ૧૧ આરોપીની મુકિત પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. હાઈકોર્ટના ચૂકાદા સામે નોટિસ ઈશ્યૂ કરવાનો આદેશ કર્યો છે.
સુપ્રિમ કોર્ટે ૨૦૦૬ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા ૧૨ આરોપી (જેમાં એક મૃતક એટલે કે કુલ ૧૧) ને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રિમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે.
સુપ્રિમ કોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહૃાું કે મુક્ત કરાયેલા કુલ ૧૨ આરોપી (એક મૃતક આરોપી)ને ફરીવાર જેલમાં નહીં ધકેલાય. તેમની ધરપકડ નહીં કરી શકાય. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે જ્યાં સુધી આરોપીઓની સ્વતંત્રતાનો સવાલ છે હું સતર્ક છું.
હું બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સ્ટે ઇચ્છું છું પણ તેમને ફરીવાર જેલમાં પૂરવાનો મારો ઉદ્દેશ્ય નથી. તે પહેલાથી જ મુક્ત છે પણ મકોકા હેઠળ ચાલી રહેલા અન્ય કેસ પર તેની અસર થશે.
તેની સામે કોર્ટે કહૃાું કે અમને જણાવાયું છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવાયા છે એટલા માટે તેમને પાછા જેલ મોકલવાનો સવાલ જ નથી.
ઉલ્લેખનીય છે કે ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ૧૮૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૮૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બોમ્બે હાઇકોર્ટે ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે ૨૧ જુલાઈના રોજ સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા ૧૨માંથી ૧૧ આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતાં. જ્યારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થઈ હતી.
૧૯ વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલાવવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી. હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, 'આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહૃાા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ ૧૯ વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial