Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીક સ્કૂટર સ્લીપ થતાં યુવાને જિંદગી ગૂમાવીઃ
જામનગર તા. ૧૮: જામનગરના ઉદ્યોગનગરમાં ગયા બુધવારે સાંજે ઈલેકટ્રીક સ્કૂટર સ્લીપ થતાં રોડ પર પછડાયેલા એક યુવાનનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યું છે. દરેડમાં બાઈક આડે કૂતરૂ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં લાવડીયા ગામના યુવાનનું મૃત્યુ થયું છે.
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અને ઉત્સવ બ્રાસ તથા ઝલક મેટલ નામના કારખાનાના સંચાલક હરીશભાઈ છગનભાઈ મુંગરા (ઉ.વ.૪૮) નામના પટેલ યુવાન બુધવારે સાંજે ઉદ્યોગ નગરમાંથી જીજે-૩-એમએસ ૧૬૩૧ નંબરના ઈલેકટ્રીક સ્કૂટર પર નીકળ્યા પછી રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ કારણથી તેમનું વાહન સ્લીપ થઈ જતાં હરીશભાઈને ઈજા થઈ હતી.
સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાના ભાઈ રાજેશભાઈ મુંગરાએ પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા ઘનશ્યામભાઈ જાનકીદાસ ગોંડલીયા (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈ તા.૧૧ની રાત્રે દરેડના આશાપુરા સર્કલ પાસેથી જીજે-૧૦-ડીએફ ૨૩૬૩ નંબરના બાઈક પર જતા હતા ત્યારે અચાનક રોડ પર કૂતરૂ આડુ ઉતરતા મોટરસાયકલ સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ઘનશ્યામભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગયા ગુરૂવારે મૃત્યુ નિપજ્યું છે. હંસાબેન ગોંડલીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial