Advertisement
Author: નોબત સમાચાર

સરમત ગામ નજીકથી સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે સ્કૂટરચાલક ઝબ્બે

જામજોધપુરના પાટણમાંથી પકડાઈ બોટલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર નજીકના સરમત ગામના પાટીયા પાસેથી ગઈરાત્રે સ્કૂટરમાં જતાં એક શખ્સ પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ પકડી પાડી છે. જામજોધપુરના પાટણમાંથી બોટલ સાથે ઝડપાયેલા શખ્સે સાગરિતનું નામ આપ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસે આર્ય ભગવતી સોસાયટી તરફ જવાના રસ્તા પરથી ગઈરાત્રે અઢી વાગ્યે પસાર થઈ રહેલા નાઘેડી ગામના હિમાંશુ કમલેશભાઈ મોઢા નામના શખ્સના જીજે-૧૦-ડીકે ૯૮ નંબરના સ્કૂટરને પેટ્રોલીંગમાં રહેલી સિક્કા પોલીસે શકના આધારે રોકાવ્યું હતું.

સ્કૂટરની પોલીસે તલાશી લેતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે સ્કૂટર તથા બોટલ મળી રૂ।.૨૧૫૦૦નો મુદ્દામલા કબજે કરી લઈ હિમાંશુની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકાના પાટણ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા નારણ કેશુભાઈ હરીયાણી નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. આ શખ્સે પાટણ ગામના જ રાજુ સોલંકી પાસેથી બોટલ લીધાની કબૂલાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh