Advertisement
Author: નોબત સમાચાર

ગણપતનગર, દિગ્વિજય પ્લોટ-૪૯માં દેશી દારૂની બે ભઠ્ઠી પર દરોડાઃ મુદ્દામાલ કબજે

ધ્રોલના મોડપરમાંથી પણ પકડાઈ દેશી દારૂની ભઠ્ઠીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના દિગ્વિજય પ્લોટ-૪૯ તથા ગણપત નગરમાં બે ઝૂંપડામાં ગઈકાલે એલસીબીએ દરોડા પાડી દેશી દારૂની બે ભઠ્ઠી પકડી પાડી છે. જ્યારે ધ્રોલના મોડપરમાંથી પણ દારૂની ભઠ્ઠી પકડાઈ છે. આથો, ભઠ્ઠીના સાધનો, તૈયાર દેશીદારૂ ઝબ્બે લેવામાં આવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં આવેલા ચારણનેસમાં ગઈકાલે સવારે એલસીબીના સ્ટાફે ખીમીબેન માલસુર ચારણ નામના મહિલાના ઝૂંપડામાં દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી રપ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. ખીમીબેનની શોધ કરાઈ રહી છે. બીજા દરોડામાં એલસીબીએ ગણપતનગર પાસે સરસ્વતીબેન મેહુલ બાવરીના ઝૂંપડામાંથી અઢીસો લીટર આથો, તૈયાર દારૂ અને ભઠ્ઠી  સાધનો ઝબ્બે લીધા છે.

ધ્રોલના મોડપર ગામ પાસે તળાવના કાંઠે બાવળમાં ધમધમતી જીવણ વિરજીભાઈ જખાણીયા નામના શખ્સની ભઠ્ઠી પર ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh