Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો કાન-ગોપીના વેશમાં જોડાયા
ખંભાળીયા તા. ૨૦: ખંભાળીયા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા જન્માષ્ટમીની તથા ભવ્ય શોભાયાત્રા સાથેના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તથા શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર શણગાર થયા હતા. નગર ગેઈટમાં શ્રીકૃષ્ણના ચિત્રએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું તથા મોટી સંખ્યામાં નાના બાળકો કાનગોપીના વેશમાં જોડાયા હતા, તો નગર ગેઈટ પાસે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો.
૧૯૬૪માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારથી શરૂ કરાયેલી જન્માષ્ટમી શોભાયાત્રાએ ૬૧ વર્ષ ૫ૂરા કર્યા છે. ખંભાળીયાની ગોવર્ધનનાથજીની હવેલીથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલી જે પાંચહાટડી ચોક, લુહારશાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબો, ગુગળી ચકલો, રંગમહેલ શાળા, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, શાક માર્કેટ, ગાંધી ચોક, રાજડા રોડ, સતવારા ચોક, રામ મંદિર, નગર ગેઈટ, શારદા સિનેમા થઈને મહાપ્રભુજીની બેઠક પાસે પૂર્ણ થઈ હતી.
શોભાયાત્રામાં ભાવિકો માટે ગોરસની પ્રસાદી પણ રખાઈ હતી. તો વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial