Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અચાનક ટ્રેન આવતા મહિલાઓનો ભોગ લેવાયોઃ
લખનૌ તા. પઃ બુધવારે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં કાલકા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ૬ મહિલાઓના મોત થયા હતાં, તેમાંથી બે બહેનો હતી. આ અકસ્માત ચુનાર રેલવે સ્ટેશન પર સવારે ૯-૩૦ વાગ્યે થયો હતો.
ચોપનથી એક પેસેન્જર ટ્રેન ચુનાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર આવી. ભારે ભીડને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પરથી ઉતર્યા નહીં અને ટ્રેકની બીજી બાજુ ગયા. આ દરમિયાન કાલકા એક્સપ્રેસ વિરૂદ્ધ ટ્રેક પર આવી રહી હતી.
ટ્રેન અચાનક આવતા મુસાફરો ગભરાઈ ગયા. પુરુષો ઝડપથી પ્લેટફોર્મ પર ચઢી ગયા, જ્યારે મહિલાઓ ચઢી શકી નહીં અને ટ્રેનની ટક્કરનો ભોગ બન્યા. તેમના શરીરના ભાગો ટ્રેકના પ૦ મીટરના વિસ્તારમાં વિખેરાઈ ગયા હતાં. મૃતદેહોને બેગમાં પેક કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાલકા એક્સપ્રેસનો ચુનારથી સ્ટોપ નથી તેથી ટ્રેન ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, કાર્તિક પૂર્ણિમા હોવાથી સ્ટેશન પર ભારે ભીડ હતી. અકસ્માત એટલી ઝડપથી થયો કે કોઈને પરિસ્થિતિ સમજવાનો મોકો મળ્યો નહીં, જ્યારે ટ્રેન પસાર થઈ ત્યારે પાટા પર મૃતદેહો વિખરાયેલા જોવા મળ્યા.
કાર્તિક પૂર્ણિમા હોવાથી સ્ટેશન પર ભીડ હોવા છતાં ટ્રેનની ગતિ ધીમી કરવામાં આવી ન હતી. ગંગા ઘાટ રેલવે સ્ટેશનથી માત્ર ર-૩ કિ.મી. દૂર છે. મૃતકોમાંથી પાંચ મહિલાઓ મિર્ઝાપુરની અને એક સોનભદ્રની રહેવાસી હતી. તેમની ઓળખ સવિતા (ઉ.વ. ર૮), સાધના (ઉ.વ. ૧પ), શિવકુમારી (ઉ.વ. ૧૭), અંજુ દેવી (ઉ.વ. ર૦), સુશીલા દેવી (ઉ.વ. ૬૦) અને કલાવતી દેવી (ઉ.વ. પ૦) તરીકે થઈ છે, જે સોનભદ્રની રહેવાસી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial