Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસેક દિવસ પહેલા ઉઠાવી લીધુ હતું બાઈકઃ
જામનગર તા. ૧૯: જામજોધપુરના સતાપર ગામમાંથી એક આસામીના રૂ।.૧પ હજારના બાઈકની થયેલી ચોરીની ફરિયાદ જામજોધપુર પોલીસમાં થયા પછી એલસીબીએ દરેડ પાસેથી ભાણવડના મોડપર ગામના શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી પાડ્યો છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં વસવાટ કરતા મૂળ ખંભાળિયા તાલુકાના લાલુકાના વતની ધવલભાઈ જીવાભાઈ પીંડારીયા નામના લેબ. ટેકનિશિયને ગઈ તા.પની સવારે સતાપર ગામમાં પોસ્ટઓફિસ સામે પોતાનું બાઈક મૂક્યું હતું. ત્યાંથી બપોરના એક વાગ્યા સુધીમાં જીજે-૧૦-બીએફ ૮૨૩પ નંબરનું રૂ।.૧૫ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ હતી તેની તપાસ દરમિયાન એલસીબીના હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે ભાણવડના મોડપર ગામના પાલા રામાભાઈ છેલાણા નામના શખ્સને દરેડ પાસેથી બાઈક સાથે દબોચી લેવાયો છે. તેણે ચોરીની કબૂલાત આપી બાઈક કાઢી આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial