Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતાની આગાહી જોતા
અમદાવાદ તા. ૧: આ વર્ષે મેઘો ગુજરાતીઓની નવરાત્રિ બગાડી શકે છે. સપ્ટેમ્બરમાં જુદા જુદા સમયે વરસાદની સંભાવના જણાવાઈ છે, અને પહેલા અને છેલ્લા વિકમાં વરસાદનું જોર વધે, તેવું અનુમાન કરાયું છે.
હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓને માઠા સમાચાર આપવામાં આવ્યા છે, કારણ કે હવામાન વિભાગની આગાહી સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ ર૩ તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર વધશે, એટલે કે ગુજરાતમં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા રહેશે.
જો આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદી માહોલ સર્જાશે તો ગુજરાતવાસીઓની નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે. એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. આજે સવારના ૬ થી ૧ર વાગ્યા સુધીમાં રાજ્યના ૪૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દાહોદના ઝાલોદમાં ૧.૩૪ ઈંચ તો સૌથી ઓછો વરસાદ વાપીમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ જૂનમાં ૧ર.૧ર ઈંચ, જુલાઈમાં ૧૦ ઈંચ અને ઓગસ્ટમાં ૧૦ ઈંચ સાથે ગુજરાતમાં સરેરાશ ૩ર ઈંચ વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial