Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવ આસમાને જતા પશુપાલકો મુશ્કેલીમાં:
ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાજેરમાં પડેલા ભારે માવઠાના વરસાદથી લીલા ઘાસચારાનો ભાવ ભડકે થતાં અગાઉ ૮૦/૯૦ રૂપિયા લીલો ચારો મણનો હતો તે જથ્થાબંધમાં ૧ર૦ રૂપિયા અને ૧૩૦ રૂપિયા મણ થતા મણે રપ/૩૦ રૂપિયા વધી જતા માલધારીઓ, પશુપાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
તાજેતરમાં પડેલા માવઠાના વરસાદમાં શરૂઆતના બે દિવસમાં તો ખેડૂતોના પાકો વધુ નુક્સાન ના થયું, પણ સતત બે-ત્રણ દિવસ માવઠાનો મારો પડતા મગફળીના પાંદડાના ઘાસનો જથ્થો જે ખેડૂતો માલધારીઓ માટે આખું વર્ષ ઢોર માટે ચાલતો તેમાં હવે માથે માટી નાખીને 'ખાતર' કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
કોઈ સારા ભૂકા જે વરસાદથી બચી ગયા છે તેનો ભાવ ગત્ વખતે વીઘાના રપ૦૦/૩૦૦૦ હતો તે આ વખતે ૬ થી ૭ હજાર જેટલો છે.
ગત્ વર્ષની સૂકી કડબ તો ક્યાંય બજારમાં જોવા મળતી જ નથી, પણ લીલા ચરાનો ભાવ ટૂંક સમયમાં ૧પ૦ રૂપિયા મણનો થવા સંભાવના છે. કેમ કે માવઠામાં જુવારના ચરાના પાકને પણ નુક્સાન થયું છે. હવે ઘેડ પંથકનો ચરો નહીં આવે ત્યાં સુધી ભાવ વધતો જ રહેશે. દોઢા ભાવ ચરાના થઈ જતા પશુપાલકો મુશ્કેલીમાં મૂકાયા છે તથા સરકાર ઘાસની ગાંસડીઓની વ્યવસ્થા કરે તેવી પણ માગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial