Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર કો.ઓપરેટિવ બેંકની ૪૭મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન

જામનગરની અગ્રગણ્ય સહકારી ક્ષેત્રની બેંકે રૂ. ૨૪.૨૨ કરોડનો કાર્યકારી નફો કર્યોઃ ૪૧૭ કરોડનું ધિરાણઃ ૯૬૩ કરોડની ડિપોઝીટ મેળવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: સને ૨૦૨૪-૨૫ના વર્ષ ૫ૂરૃં થતા બેંકની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૯-૭-૫ને શનિવારના સાંજે ૪ કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા (ન્યુ જેલ રોડ, પવનચક્કી પાસે)માં યોજાઈ હતી. સભાની શરૃઆતમાં ગત વર્ષ દરમ્યાન અવસાન પામેલા બેંકના સભાસદોને મૌન શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે પછી બેંકના ચેરમેન પ્રદિપભાઈ વાધર દ્વારા બોર્ડના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા મિટિંગમાં ઉપસ્થિત તાજેતરમાં નિવૃત્ત થયેલ બોર્ડ ઓફ ડાયરેકટર્સ તથા સભાસદોનું સ્વાગત, ત્યાર બાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન સી.એ.જાન્વીબેન શાહ દ્વારા બેંકનો પ્રગતિ અહેવાલ આપવામાં આવેલ, જેમાં બેંકની વર્ષાંતે રહેલ ૯૬૩ કરોડ જેવી ડિપોઝીટ, ૪૧૭ કરોડ જેવું ધિરાણ, ૬૩૪ કરોડ જેવા રોકાણો તથા ૨૪.૨૨ કરોડના કાર્યકારી નફો જેવી બેંકની નાણાકીય સદ્ધરતા અને નફાકારકતાને સહર્ષ વધાવી હતી. સી.ઈ.ઓ. રશ્મીકાંત પાઢ, અજય આર.શેઠ દ્વારા વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધારેલ હતી અને અગલ-અલગ એજન્ડા મુજબ સભાસદોને માહિતી આપીને મંજુરી મેળવેલ હતી. બેંકના ચેરમેન પ્રદિપભાઈ વાધર દ્વારા સભાસદોની વાર્ષિક ભેંટ બાબતે સભા સાથે વિચાર વિમર્શ કરેલ. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની હાલની મજબૂત નાણાકીય સ્થિતિ તેમજ ભૂતપૂર્વ બોર્ડ ઓફ ડાયરેકટર્સે મજબૂત નાણાકીય સ્થિતિ સાથે બેંક સોંપેલ છે તેમાં ઉત્તરોત્તર વધારો કરવાના પ્રયત્નો સતત ચાલુ રાખીશું તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત બેંકના વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર દ્વારા સભાસદોના પત્રો તેમજ મૌખીક રજૂઆતોના સંતોષકારક ઉત્તરો આપ્યા હતા. ત્યાર બાદ બેંકના વરિષ્ઠ અને સ્થાપના કાળથી ડાયરેક્ટર તેમજ સમયાંતરે ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર જેવા હોદ્દાઓ પર આસીન રહેલા રમણીકલાલ કે.શાહ દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની સ્થાપનાથી સતત આ ૪૭મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાનો આનંદ વ્યક્ત કરતા જણાવેલ કે હાલના ડાયરેકટર્સ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે આવતા વર્ષે નફામાં વૃદ્ધિ થાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

સભાસદો દ્વારા પ્રશ્નો માટેના વિભાગ દરમ્યાન બેંકના પૂર્વ ડાયરેકટરો તથા અન્ય સભાસદો દ્વારા નવા બોર્ડને અભિનંદન પાઠવ્યા તથા પોતાના સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે બેંકના ડાયરેકટર તુલસીભાઈ ગજેરાએ ભૂતપૂર્વ ડાયરેકટરો, સાથી ડાયરેકટર મિત્રો, સભાસદો તથા કર્મચારીગણનો આભાર માન્યો હતો. બેંકના વિવિધ અધિકારી અને કર્મચારીગણે સુંદર વ્યવસ્થા જાળવી હતી તેમજ બેંકના આસી. જનરલ મેનેજર અજયભાઈ શેઠે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh