Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે
ખંભાળિયા તા. ૧૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝિયા, મોહનભાઈ બારાઈ, કશ્યપભાઈ ડેર વિગેરેની આગેવાનીમાં સમગ્ર જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાયા હતાં.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં લોકોની સારવાર-નિદાન વિનામૂલ્યે થયા હતાં. જામરાવલ શહેરમાં ભાજપ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન તથા મહામૃત્યુંજ્ય જાપ રખાયા હતાં, જેમાં રાવલ પાલિકાના તથા શહેર હોદ્દેદારો જોડાયા હતાં. કલ્યાણપુર ભાજપ દ્વારા રાણ ગામના રાણેશ્વર મહાદેવ મંદિરે ન.મો.ના દીર્ઘાયુ માટે પૂજનવિધિ રખાઈ હતી, જેમાં વલ્લભભાઈ હડિયલ, કુરજીભાઈ તથા ઘેલુભાઈ સાયરા, કિશોરભાઈ નકુમ વિગેરે જોડાયા હતાં. સ્વચ્છતા અભિયાન પણ શરૂ થયું હતું.
દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા પણ હર્ષદપુરમાં ભગવાન શિવની પૂજા તથા નરેન્દ્રભાઈના દીર્ઘાયુની પ્રાર્થના, જાપ કરાયા હતાં.
સફાઈ અભિયાન, સેવા, ભગવાનની પૂજા તથા આરોગ્ય કેમ્પ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા લોકો પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial