Advertisement
Author: નોબત સમાચાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 'તમારી મૂડી, તમારો અધિકાર' વિષયક મેગા કેમ્પ યોજાયો

અનકલેમ્ડ ફાઈનાન્સીયલ એસેટ્સ અભિયાન અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ભારત સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા  લીડ બેંક જામનગર દ્વારા શહેરના ટાઉનહોલમાં જિલ્લા સ્તરીય અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન હેઠળતમારી મૂડી, તમારો અધિકાર વિષયે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જામનગર જિલ્લાની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સ પર જામનગર જિલ્લાના નાગરિકોને તેમની અનક્લેમ્ડ ડિપોઝિટ્સ, જૂના એકાઉન્ટ્સ અને ડીઈએએફ દાવાઓ (ડીપોઝીટર એજ્યુકેશન અને અવેરનેસ ફંડ કલેઈમસ) સંબંધિત માહિતી, જરૂરી ચકાસણી અને સ્થળ પર જ તાત્કાલિક નિરાકરણ માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ મેગા કેમ્પનો જામનગર જિલ્લાના ૧૨૦ જેટલા નાગરિકોએ લાભ લીધો હતો. આ અભિયાનના ફળસ્વરૂપે કુલ ૫૫ લાભાર્થીઓના રૂ. ૫૨,૧૮,૨૪૫/- ના ક્લેમ પૈકી ૩૦ લાભાર્થીઓને રૂ. ૩૦,૦૮,૫૧૨/-ની તેમની અનક્લેમ્ડ રકમ તથા એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવવામાં અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળી હતી.

લીડ બેંક મેનેજર પ્રદીપ પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ કેમ્પ જામનગર જિલ્લાના નાગરિકોને તેમની હકક અને મૂડી પાછી મેળવવામાં મદદરૂપ થયો હતો.

આ કેમ્પમાં નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડીજીએમ રાજેશ, એજીએમ શ્રીવાસ્તવ, સાવલિયા, બેંક ઓફ બરોડાના આરએસઈટીઆઈ સાહા, એલડીએમ પ્રદીપ પટેલ, ચીફ મેનેજર સત્યમ ભારતી, આરએસઈટીઆઈના નિયામક વિજય સિંહ આર્યા તથા એફએલસી કાઉન્સિલર ખોખર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh