Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા-બેટ દ્વારકા સહિત યાત્રા-પ્રવાસન સ્થળોમાં ઉભરાયો માનવ મહેરામણઃ વેપારીઓ ખુશ... વેકેશનની મોજ
જામનગર તા. ર૦: દિવાળીનું પર્વ એક જીવનમાં નવી ઊર્જા લાવે છે, તો સાથોસાથ અર્થતંત્રમાં પણ વેગ મળે છે. જામનગર સહિત હાલારમાં પણ છેલ્લા કેટલાક દિવસથી બજારમાં ધૂમ ખરીદી જોવા મળતા વેપારીઓના મોઢા મલકાયા છે. નગરોમાં રોશનીનો શણથાર થયો છે, તો બાળકો-મોટેરા સૌ કોઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
જગત મંદિર દ્વારકામાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે, તો દ્વારકામાં સહેલાણીઓ પણ બહોળી સંખ્યામાં દિવાળી વેકેશન માણવા પહોંચ્યા છે.
હર્ષઉલ્લાસના પર્વ દિવાળીમાં બજારમાં મોટાપાયે ખરીદી થતી હોય છે. ખાસ કરીને કપડા, બુટ-ચચ્ચલ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, મોબાઈલ ફોન, વાહનો, મીઠાઈ-ફરસાણ, ડ્રાયફ્રૂટ, ગૃહ ઉપયોગી વસ્તુઓ વિગેરેનો સમાવેશ થાય છે.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોમાં બજારમાં ધૂમ ખરીદી જોવા મળતા વેપારીઓના મુખ મલકાયા હતાં. લોકોએ અઢળક ખરીદી કરી છે. આથી બજારમાં પૈસા ફરતા થતા અર્થતંત્રને ચોક્કસ વેગ મળશે.
આવું જ હાલારના અન્ય મોટા નગરોમાં દૃશ્ય જોવા મળ્યું છે. ખાસ કરીને ખંભાળીયા, દ્વારકા સહિતના બજારો ગ્રાહકોથી ધભધમતા જોવા મળી રહ્યા છે. અનેક લોકો, વેપારીઓએ પોતાના ઘર, ઓફિસ, શોરૂમ-ધંધાકીય સ્થળે રોશનીના શણગાર કર્યા છે. મોટેરા, બાળકો રાત્રે ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે. બહેનોએ ઘર આંગણે રંગોળી સજાવી છે, અને દીવા પ્રગટાવી લક્ષ્મીજીને પધારવા આહ્વાન કર્યું હતું.
ખાસ કરીને યાત્રા સાથે જાત્રા પણ થઈ જાય તે હેતુથી દેશભરમાંથી અનેક લોકો ધર્મનગરી દ્વારકાના મહેમાન બન્યા છે. દરિયા કિનારે ગોમતીમાં સ્નાન કરી સમુદ્ર કિનારાનો અને સનસેટનો નજારો નિહાળી રહ્યા છે, તો ભગવાન દ્વારકાધીશને નતમસ્તક નમન કરી દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
એકંદરે દિવાળીના પર્વની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. આજે દિવાળીનું પર્વ છે. રાત્રે વેપારીઓ ચોપડાપૂજન સાથે આતશબાજી કરશે, તો આવતીકાલે ધોકો એટલે કે પડતર દિવસ છે, જ્યારે એ પછીના દિવસે એટલે કે બુધવારે લોકો વહેલી સવારથી લોકો એકબીજાને સાલમુબારક નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial