Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય હેમંત ખવા ની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ
ગાંધીનગર તા. ૧૬: (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા) વિસાવદર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં જીતેલા આપના ગોપાલ ઈટાલીયાએ આજે સવારે મુખ્યમંત્રી, કૃષિમંત્રી, તથા ધારાસભ્ય હેમંત ખવા વગેરેની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ શપથ લીધા છે, જ્યારે કડીથી જીતેલા રાજેન્દ્ર ચાવડાએ પણ અત્યારે શપથ લીધા છે.
વિધાનસભાના સૌરાષ્ટ્રના વિસાવદર પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઈટાલીયા આજે વિધાનસભા સભ્ય તરીકે શપથ લેવા આવનાર હોઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી કિલ્લેબંધી કરી દીધી હતી. ગોપાલ ઈટાલીયાએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શપથ લીધા છે. ત્યાર પછી કડીના રાજેન્દ્ર ચાવડા શપથ લીધા હતાં.
આ શપથવિધિ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હોદ્દા અને ગૂપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમઆદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial