Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈ જિલ્લાના છ પુલ ભારે વાહનો માટે બંધ કરાયાઃ
જામનગર તા. ૧૬: જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ ૫૮૫ પુલોની સઘન ચકાસણી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની વિવિધ ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણીમાં ધ્રોલના ૮૪, જામનગર (ગ્રામ્ય)ના ૧૧૫, લાલપુરના ૭૧, જામજોધપુરના ૬૯, જોડિયાના ૬૩ અને કાલાવડના ૧૮૩ પુલોનો સમાવેશ થાય છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હેઠળના નવા બ્રીજોના બે કામ પૂર્ણ થયેલ અને ૧૦ કામ હાલ પ્રગતિ હેઠળ છે તેમજ નવા સ્ટ્રક્ચરના ત્રણ કામ પૂર્ણ કરેલ અને ત્રણ કામ પ્રગતિ હેઠળ છે તેમજ સ્ટ્રકચરો રીપેરીંગના ૨૩ કામ પૂર્ણ કરી હાલ બે કામ પ્રગતિ હેઠળ છે.અને પાંચ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.તેવી જ રીતે, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના ૫ પુલો પર પણ સમારકામ ચાલી રહૃાું છે જ્યારે એક પુલ ભારે વાહનો માટે બંધ કરાયો છે.
આમ જિલ્લામાં હાલ છ પુલ પર ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવેમાં આશરે ૫૦ કિલોમીટરના રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હાલ ૧૨ કિલોમીટરના રોડની કામગીરી ચાલુ છે. જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. સમારકામ હેઠળના પુલો અને બંધ કરાયેલા માર્ગો અંગે મુસાફરોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial