Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીન સહીત ત્રણ રાશિના જાતકોને સરકારી-રાજકીય કામ અંગે મુલાકાતમાં સાનુકૂળતા રહે, સંતાનના પ્રશ્ને ખર્ચ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે પરિવાર-મિત્રવર્ગ, સગા-સ્નેહીના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામન ઉકેલ આવવાથી રાહત રહે. સંતાના કામ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપની ધારણા પ્રમાણે કામ થઈ શકે નહીં.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Libra (તુલા: ર-ત)
આપના કામમાં સાનુકૂળતા રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામ થઈ શકે. ધંધામાં આવક જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી રહે. આપના કામમાં સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપને સ્નેહી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
આપના વિલંબમાં કે રૂકાવટવમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સંતાનના પ્રશ્ને ખર્ચ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૩
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. રાજકીય કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૫