Advertisement
Author: નોબત સમાચાર

ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળશે

જામનગર જિલ્લામાં અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામક, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બીલોની વિગતો વેબસાઈટઃ રંંૅ://ખ્તટ્ઠેજીદૃટ્ઠ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ. ૈહ પર ઉપલબ્ધ છે. એપ્રિલ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ના તબક્કાની સહાય માટે તા. ૧૫-૯-૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં. ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-૨૧માં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરી, જામનગરને રજૂ કરવાના રહેશે. ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવાપાત્ર રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh