Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લા પાસે કાળમુખા ટ્રકે બાઈકચાલકને છુંદી નાખ્યો વાલકેશ્વરીનગરી પાછળ સ્કૂટર-બાઈક વચ્ચે અકસ્માત

સિક્કામાં નોકરી પૂરી કરીને જઈ રહેલા યુવકને બાઈકની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના ફલ્લા ગામ પાસે ગઈકાલે સવારે નાની માટલી ગામના એક યુવાનને બાઈક સાથે એક ટ્રકે હડફેટે લેતાં ખોપરી ભાંગી જવાના કારણે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. વાલકેશ્વરીનગરી પાછળના રોડ પર બાઈકે ઠોકર મારતા સ્કૂટર ચાલક ઘવાયા છે. સિકકામાં બાઈકની હડફેટે ચઢેલા યુવાનનો પગ ભાંગી ગયો છે. લાલપુર બાયપાસ પાસે મોપેડે મોટરે હડફેટે લેતાં એક વૃદ્ધને ફ્રેક્ચર થઈ ગયું છે.

જામનગર તાલુકાના નાની માટલી ગામમાં રહેતા રામજીભાઈ લખમણભાઈ લામકા નામના ભરવાડ પ્રૌઢના પુત્ર બાબુલાલ ગઈકાલે સવારે જીજે-૧૦-સીએલ ૩૨૨૮ નંબરના મોટરસાયકલ પર ફલ્લા ગામ પાસેથી પસાર થતા હતા.

આ વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧-એલટી ૮૩૪૦ નંબરના એક ટ્રકે બાબુલાલને પાછળથી ઠોકર મારી પછાડ્યા હતા. આ યુવાનના શરીર પરથી ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતા તેઓની ખોપરી તૂટી ગઈ હતી અને મ્હોં છુંદાઈ ગયું હતું. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક નાસી છૂટયો હતો. પંચકોશી એ ડિવિઝનના રામજીભાઈએ તેની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખોડિયાર કોલોની નજીક દલિતનગરની શેરી નં.૪માં રહેતા પ્રતાપભાઈ હમીરભાઈ પરમાર નામના યુવાન ગઈકાલે બપોરે જી.જી. હોસ્પિટલ સામેથી સરૂ સેક્શન રોડ તરફ જવાના માર્ગ પર વાલકેશ્વરીનગરીના પાછળના રોડ પરથી જીજે-૧૦-ડીકે ૯૬૧૮ નંબરના સ્કૂટરમાં જતા હતા ત્યારે જીજે-૧૦-એજી ૮૫૧૫ નંબરના બાઈકના ચાલકે અકસ્માત સર્જયો હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પ્રતાપભાઈએ બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના ખીમલીયા ગામના કેશવજી પરમાર ગઈ તા.ર૩ની સવારે લાલપુર બાયપાસ નજીક કર્મચારીનગર પાસેથી જીજે-૧૦-ડીબી ૩૪૧૭ નંબરના મોપેડ પર જતા હતા ત્યારે જીજે-૩-એમઆર ૧૪૫૮ નંબરની સ્વીફટ મોટરે તેઓને ઠોકર મારતા ઈજા પામેલા કેશવજીભાઈને સારવારમાં ખસેડાયા છે. તેઓનો હાથ તથા પગ ભાંગી ગયો છે. તેમના પુત્ર દિનેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સિક્કામાં હાઉસીંગ બોર્ડ નજીક રહેતા બ્રિજેશ કાંતિલાલ ત્રિવેદી નામના યુવાનને ગઈ તા.ર૪ની રાત્રે એમએફટી રોડ પર જીજે-૧૦-એએસ રપ૦૪ નંબરના બાઈકે ઠોકર મારી હતી. પગ ભાંગી જતા બ્રિજેશભાઈને સારવારમાં ખસેડાયા છે. સિકકા પોલીસે બાઈકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh