Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ટાઉનહોલમાં સંસદ સભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા અવેજી સફાઈ કામદારોને કાયમી તરીકે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. સંસદ સભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનું સેટઅપ મંજુર કરવામાં આવેલ છે. જેમાં વખતો વખત ખાલી પડતી જગ્યાઓ સામે સિનીયોરીટી ક્રમ મુજબ અવેજી સફાઈ કામદારોને સેટઅપની ખાલી જગ્યા ઉપર કાયમી સફાઈ કામદાર તરીકેની નિમણૂક આપવામાં આવે છે. અવેજી કામદારોમાંથી કાયમી કામદારોનું ૧૩૩૪નું સેટઅપ છે. તે પૈકી વય મર્યાદાથી નિવૃત્ત, સ્વૈચ્છિક નિવૃત્તિ, અવસાનથી ખાલી પડેલ ૭૯ જગ્યાઓ સામે ગત તા.૭ જુલાઈના સિનીયોરીટી મુજબ ૭૯ અવેજી કામદારોને એક વર્ષના પ્રોબેશન ઉપર કાયમી પગાર ધોરણમાં સમાવેશ કરતા નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યા પછી સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહેમાનોનું તથા ઉપસ્થિત દરેક સફાઈ કર્મીઓને આવરી લઈને ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ નવા નિમણૂક થયેલ સફાઈ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતાં. તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં ૪૦૦ સ્ત્રી-પુરુષને અવેજી કામદાર તરીકે નિમણૂક આપવામાં આવી હોવાનું તથા છેલ્લા બે વર્ષમાં ૧૩૯ અવેજી સફાઈ કામદારને કાયમી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે તમામ સફાઈ કામદારોએ જામનગર શહેરને સ્વચ્છ રાખવા માટે કરેલ કામગીરીને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ સંસદ સભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ચાલુ ફરજે મૃત્યુ પામેલ ૨૪ કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને રહેમ રાહે નિમણૂક આપવામાં આવી છે. વારસદારના બદલે ૪ કર્મચારીઓને ઉચ્ચક સહાય કુલ રૂ.૪૪ લાખ આપવામાં આવ્યા છે. તમામ કાયમી સફાઈ કર્મચારીઓને સરકારના વખતો વખત ઠરાવ અનુસાર ૧૦ વર્ષ-૨૦ વર્ષ અને ૩૦ વર્ષના સમયાંતરે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ૩૮૫ કામદારોને આપવામાં આવ્યા છે. બીમારી સબબ કુલ-૩ સફાઈ કર્મચારીને રૂ.૨.૨૫ લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા જામનગર શહેરને સ્વચ્છ રાખવા બદલ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સફાઈ કામ કરનાર કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ત્યાર પછી સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે ૭૯ અવેજી સફાઈ કામદારને કાયમી સફાઈ કામદાર તરીકેના નિમણૂક આદેશો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, સેનિટેશન સમિતિના અધ્યક્ષા જશુબા ઝાલા, ન.પ્રા.શિ.સ.ના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, ડે.કમિશનર ડી.એ.ઝાલા, સિટી ઈજનેર તથા આસી. કમિશનર વહીવટ ભાવેશભાઈ એન. જાની તેમજ કોર્પોરેટરો, પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા તથા વિજયસિંહ જેઠવા, પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, નીલેશભાઈ ઉદાણી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, ન.પ્રા.શિ.સ.ના વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ, સદસ્ય વિમલભાઈ સૌનછાત્રા, સંજયભાઈ દાઉદીયા તથા મહાનગરપાલિકાના અધિકારી ઓ/કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહૃાા હતા.
આ સમગ્ર કાર્યક્રમ કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ડે.કમિશનર ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેર એમ.બી.વરણવા તથા સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial