Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓના સંદર્ભે પ્રતિબંધાત્મક હૂકમો જાહેર કરવામાં આવ્યા

ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ના પરીક્ષાના કેન્દ્રોની યાદી જાહેર કરાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.એસ.સી તથા એસ.એચ.સી.ની વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહની પરીક્ષા સંદર્ભે પ્રતિકાબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી તથા એસ.એચ.સીની વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તા.૨૬-૦૨-૨૦૨૬થી તા.૧૮-૦૩-૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.

આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે પરીક્ષા તમામ કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ અનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ પરીક્ષાના દિવસોમાં તા.૨૬-૦૨-૨૦૨૬થી તા.૧૮-૦૩-૨૦૨૬ સુધી પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, કેમેરા, લેપટોપ વગેરે ઇલેકટ્રોનિક ગેઝેટ તથા પુસ્તક કે અન્ય સાહિત્ય કે અન્ય કોઇપણ પ્રકારની વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ તથા પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં બે કે તેથી વધારે વ્યકિતઓને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ ઝેરોક્ષ દુકાનો તથા લાઉડ સ્પીકરો તા.૨૬-૦૨-૨૦૨૬થી તા.૧૮-૦૩-૨૦૨૬ સુધી પરીક્ષા સમય દરમ્યાન બંધ રાખવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ સજાપાત્ર ઠરશે.

એસ.એસ.સી (ધોરણ ૧૦) પરીક્ષા કેન્દ્રોની યાદીઃ

ભાણવડમાં એમ.વી.ઘેલાણી કન્યા વિદ્યાલય, શ્રી પાર્થ માધ્યમિક શાળા, માતૃશ્રી એસ.આર.કરમૂર હાઈસ્કૂલ, વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલ યુનિટ -૧ તથા વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલ યુનિટ -૨. દ્વારકામાં મોડલ સ્કૂલ,કેન્દ્રીય વિદ્યાલય પાછળ,દ્વારકા, એન.ડી.એચ હાઈસ્કૂલ, પી.વી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ. રાવલમાં એચ.જી.એલ હાઈસ્કૂલ, યુનિટ -૧ રાવલ, એચ.જી.એલ હાઈસ્કૂલ, યુનિટ -૨ રાવલ તથા મ.જ.સૂચક કન્યા વિદ્યાલય રાવલ. ખંભાળિયામાં એસ.એન.ડી.ટી હાઈસ્કૂલ, આર.એન.વારોતરિયા કન્યા વિદ્યાલય, આદર્શ વિદ્યાલય, સેન્ટ કર્વે સ્કૂલ, પંચમ ડ્રીમ સ્કૂલ, શારદા હાઈસ્કૂલ, દા.સું.ગર્લ્સ હાઈસ્કૂલ, કે.એમ. ગોકાણી હાઈસ્કૂલ (એસ.એન. ડી.ટી સ્કૂલ કેમ્પસ), એમ.જી.દત્તાણી ગર્લ્સ હાઈસ્કૂલ (એસ.એન. ડી.ટી સ્કૂલ કેમ્પસ), આલ્ફા હાઈસ્કૂલ, અગત્સ્ય ગર્લ્સ સ્કૂલ, ડ્રીમલાઇન સ્કૂલ, ડી.પી.ઝાંખરિયા સ્કૂલ તથા શિવમ ગર્લ્સ હાઈસ્કૂલ. મીઠાપુરમાં મીઠાપુર હાઈસ્કૂલ, ટાઉનશિપ મીઠાપુર યુનિટ - ૧, મીઠાપુર હાઈસ્કૂલ, ટાઉનશિપ મીઠાપુર યુનિટ - ૨, વિદ્યા જ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલ આરંભડા. ભાટિયામાં શ્રી આર.એસ. કંડોરિયા વિદ્યાલય, સાંદિપની હાઈસ્કૂલ તથા શ્રી સમસ્ત સતવારા સમાજ વિદ્યાલય કેનેડી - ભાટિયા.  કલ્યાણપુરમાં શ્રી કર્મયોગ વિદ્યાલય તથા મોડેલ સ્કૂલ, કલ્યાણપુર., નંદાણામાં શ્રી જી.એમ.ડી.સી હાઈસ્કૂલ, નંદાણા, કલ્યાણપુર યુનિટ - ૧ અને .એમ.ડી.સી હાઈસ્કૂલ, નંદાણા, કલ્યાણપુર યુનિટ - ૨.

એચ.એસ.સી વિજ્ઞાન/ સામાન્ય પ્રવાહ (ધોરણ ૧૨) પરીક્ષા કેન્દ્રોની યાદીઃ

સામાન્ય પ્રવાહમાં ભાણવડમાં વી.એમ. ઘેલાણી સરકારી હાઈસ્કૂલ તથા શ્રી એમ.વી.ઘેલાણી કન્યા વિદ્યાલય, દ્વારકામાં શ્રી એન.ડી.એચ હાઈસ્કૂલ, શ્રી પી.વી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ. મીઠાપુરમાં મીઠાપુર હાઈસ્કૂલ, ભાટિયામાં માતૃશ્રી વી.એચ. લગારિયા વિદ્યાલય અને સાંદિપની હાઈસ્કૂલ. ખંભાળિયામાં આહિર દેવાત વજસી કોઠિયા હાઈસ્કૂલ હર્ષદપુર, શારદા હાઈસ્કૂલ, શિવમ ગર્લ્સ હાઈસ્કૂલ, દા.સું.ગર્લ્સ હાઈસ્કૂલ, આદર્શ વિદ્યાલય અને એમ.ઓ.વાયા બોયઝ હાઈસ્કૂલ (એસ.એન.ડી.ટી કેમ્પસ). કલ્યાણપુરમાં મોડેલ સ્કૂલ અને શ્રી કર્મયોગ વિદ્યાલય. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એસ.એન.ડી.ટી હાઈસ્કૂલ, ખંભાળિયા, જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, ખંભાળિયા તથા મીઠાપુર હાઈસ્કૂલ, મીઠાપુરમાં ધોરણ. ૧૨ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh