Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ત્રણેક મહિનાથી એકલા રહેતા હતાઃ
જામનગર તા. ૧૩: કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધાએ પોતાની એકલવાયી જિંદગીથી કંટાળી જઈ કોઈ ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પરિવારના મહિલાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં વસવાટ કરતા પુરીબેન બચુભાઈ સાવલીયા નામના સિત્તેર વર્ષના વૃદ્ધા છેલ્લા બે-ત્રણ મહિનાથી પોતાના ગામમાં એકલા રહેતા હતા.
એકલવાયી જિંદગીથી કંટાળી ગયેલા પુરીબેને ગઈકાલે સવારે નપાણીયા ખીજડિયા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ વૃદ્ધાનંુ દવાની ઝેરી અસર થવાથી મૃત્યુ નિપજ્યું છે. સુમીતાબેન દિલીપભાઈ સાવલીયાએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના જમાદાર એ.એમ. પરમારે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial