Advertisement
Author: નોબત સમાચાર

પાક. વાયુસેના દ્વારા અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક

કંધારમાં ઓઈલ ડેપો પર હુમલો

                                                                                                                                                                                                      

ઈસ્લાબાદ તા. ૧૩: પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા છે, અને કંધારમાં ઓઈલ ડેપો પર એટેક કર્યો છે.

રમઝાનના પવિત્ર મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરીને કાબુલ, કંદહાર, અને પક્તિયા સહિતના વિસ્તારોમાં મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં સામાન્ય નાગરિકો અને ઈંધણના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. પાકિસ્તાની વિમાનોએ કંદહાર એરપોર્ટપાસે આવેલી ખાનગી એરલાઈન 'કામ એર'ના ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યું છે. આ કંપની સંયુક્ત રાષ્ટ્રના વિમાનોને પણ ઈંધણ પૂરૃં પાડે છે.

તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર પાકિસ્તાની બોમ્બમારો રહેણાંક વિસ્તારોમાં થયો છે, જેમાં નિર્દોષ મહિલાઓ અને બાળકોના મોત થયા હોવાની આશંકા છે. તાલિબાને આ કાર્યવાહીને 'ક્રૂર આક્રમક્તા' ગણાવતા કહ્યું કે, ઈદ જેવા તહેવાર નજીક હોવા છતાં પાકિસ્તાન આવા હુમલા કરીને નૈતિક મૂલ્યો નેવે મૂકી રહ્યું છે.

અફઘાન પ્રવક્તાએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને બદલો લેવાની કસમ ખાધી છે. અફઘાનિસ્તાને ચેતવણી આપી છે કે આ 'ધૃણાસ્પદ અપરાધ'નો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ કોઈ પ્રથમ વખત નથી, છેલ્લા કેટલાક સમયથી બન્ને દેશોની સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. પાકિસ્તાની સૂચના મંત્રીએ અગાઉ દાવો કર્યો હતો કે તેઓ માત્ર આતંકી મથકોને નિશાન બનાવી રહ્યા છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે, અગાઉની જવાબી કાર્યવાહીમાં તેમણે પપ પાકિસ્તાની સેનિકોને ઠાર કર્યા હતાં અને પાકિસ્તાનની ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh